શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 1 એપ્રિલ 2021 (09:29 IST)

પત્નીએ છુટાછેડાના બદલામાં ધરી દીધું લાંબુલચક લિસ્ટ, યાદી જોઇ પતિનો પરસેવો છુટી ગયો

પતિ વચ્ચે સામન્ય ઝઘડા થતા હોય છે. ક્યારેક આ ઝઘડા એટલું મોટું રૂપ ધારણ કરી લે છે કે વાત છુટાછેડા સુધી આવી જતી હોય છે. આવો એક કિસ્સો રાજકોટમાં જોવા મળ્યો હતો. સરકાર દ્રારા મહિલાઓને રક્ષણ આપવા માટે અભયમ સેવા ચાલુ કરવામાં આવી છે. જેમાં પીડિત મહિલાઓ અભયમની મદદ વડે પોતાના પર અત્યાચારોથી બચી શકે છે. ત્યારે અભયમ સામે અવનવા ગૃહકંકાસના કિસ્સાઓ આવતા હોય છે. પરંતુ રાજકોટમાં એક એવો વિચિત્ર કિસ્સો આવ્યો કે અભયમની પોતે ચોંકી ઉઠી.  
 
રાજકોટ શહેરના મવડી વિસ્તારમાં રહેતી રાધા નામની (નામ બદલ્યું છે) મહિલાએ દસ વર્ષ પહેલાં પ્રેમ લગ્ન કર્યા હતા. છેલ્લા કેટલાક સમયથી મહિલાને તેના પતિ વચ્ચે નાની નાની બાબતોમાં ઝઘડા થતાં હોવાના કારણે મહિલાએ છૂટાછેડા લેવાની માંગણી કરી હતી. ત્યારે સમગ્ર મામલે મહિલાએ 181 અભયમની ટીમને જાણ કરી હતી જેથી 181- અભયમની ટીમ દ્વારા મહિલા અને તેના પતિનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું.
 
કાઉન્સેલિંગ દરમિયાન 181ની ટીમ દ્વારા મહિલાને પૂછવામાં આવ્યું હતું કે, તમારે શું જોઈએ છે. ત્યારે મહિલાએ પોતાનું એક લીસ્ટ જાહેર કર્યું હતું. જેમાં ફ્લેટ, વોશિંગ મશીન, ઘરઘંટી તેમ જ ઘરનો તમામ વ્યવહાર એટલે કે હિસાબ પણ પોતાની પાસે રાખે તેવી માંગ કરી હતી.