1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 1 એપ્રિલ 2021 (09:25 IST)

અમદાવાદ IIMમાં વિદ્યાર્થીઓ સાથે હવે કર્મચારીઓ પણ કોરોના સંક્રમિત થયાં, વધુ 32 કેસો નોંધાયા

રાજ્યમાં કોરોનાના કેસોમાં અમદાવાદ શહેર હોટ સ્પોટ બની ગયું છે જેમાં હવે અમદાવાદ IIMમાં કોરોના સુપર સ્પ્રેડ બનતાં ગંભીર પરિસ્થિતિ બની રહી છે. IIMમાં 223 વધુ લોકો કોરોના પોઝિટિવ થઈ ચુક્યા છે. IIM ઇન્સ્ટિટયૂટ દ્વારા આપવામાં આવેલી વિગતો મુજબ 30-31 માર્ચે IIMમાં 292 લોકોના RTPCR અને રેપીડ ટેસ્ટ કર્યા હતા જેમાં કુલ 32 લોકો પોઝિટિવ આવ્યા છે. જેમાં 12 વિદ્યાર્થીઓ, 1 પ્રોફેસર અને 11 કોન્ટ્રાક્ટ કર્મચારીઓ, 7 કોમ્યુનિટી મેમ્બર સહિતના લોકો પોઝિટિવ આવ્યા છે. IIMમાં કુલ 84 એક્ટિવ કેસ છે જેમાં સૌથી વધુ 51 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત છે.અમદાવાદ IIM ઇન્સ્ટિટયૂટમાં અભ્યાસ કરતાં 5 વિદ્યાર્થીઓ મેચ જોવા ગયા હતા અને તેઓને કોરોના પોઝિટિવ આવ્યા હતા. જે બાદ IIMમાં વિદ્યાર્થીઓ, પ્રોફેસર અને સ્ટાફનો RTPCR ટેસ્ટ શરૂ કરવામાં આવ્યો હતો. IIM ઇન્સ્ટિટયૂટ દ્વારા આ મામલે કેસોની વિગતો જાહેર કરવામાં આવી હતી.  ઇન્સ્ટિટ્યૂટના ડેશ બોર્ડની વિગતો મુજબ કોરોનાના કેસો વધતા 1 સપ્ટેમ્બર 2020થી કોરોનાના ટેસ્ટ IIM દ્વારા શરૂ કરવામાં આવ્યા હતા. IIM કેમ્પસમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટેસ્ટ કેમ્પ અલગ અલગ દિવસો દરમ્યાન લગાવવામાં આવ્યા હતા. જેમાં વિદ્યાર્થીઓ, પ્રોફેસરો, કોન્ટ્રાક્ટ ઓર કામ કરતા કર્મચારીઓ અને કોમ્યુનિટી મેમ્બરો જેઓને કોરોનાના લક્ષણો જણાય તેમના ટેસ્ટ કરવામાં આવતા જતા. 1 સપ્ટેમ્બર 2020થી 27 માર્ચ 2021 સુધીમાં IIMAમાં કુલ 223 જેટલા કોરોના પોઝિટિવ આવ્યા છે. જેમાં 98 વિદ્યાર્થીઓ, 5 પ્રોફેસર, 14 ઓન કેમ્પસ અને 28 ઓફ કેમ્પસ સ્ટાફ, 30 કોન્ટ્રાક્ટ સ્ટાફ અને 48 કોમ્પ્યુનીટી અને અન્ય સ્ટાફ કોરોના પોઝિટિવ થયો હતો.