ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : સોમવાર, 13 જૂન 2022 (17:43 IST)

ગુજરાત સરકારના મહત્વના નિર્ણયો - ખેડૂતોના 14 પાકો પર ટેકાના ભાવોમાં વધારો, 21 જૂને 75 આઈકોનિસ સ્થળે યોગ દિવસની ઉજવણી

jitu vaghani
આજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મંત્રીમંડળની કેબિનેટમાં અનેક મહત્વના નિર્ણયો લેવાયા.  શિક્ષણમંત્રી જીતુ વાઘાણી દ્વારા વાવણી થાય તે પહેલાં ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. જે આ પ્રમાણે છે 

 
- રાજ્યમાં ખેડૂતોના 14 પાકો પર ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા છે.  ખેડૂતોની આવક બમણી કરવા કેન્દ્ર દ્વારા અનેક નિર્ણય લેવાયો છે. 2022-23 ખરીફ પાકમાં 14 પાકમાં ટેકાના ભાવ નક્કી કરાયા છે. 50 થી 85 % સુઘી નફો મળે એ પ્રમાણે ભાવ નક્કી કરાયો છે. જેમાં મગફડી, તુવેર, તલ, કપાસ અડદના ટેકાના ભાવોમાં વધારો કરાયો છે. 
- જીતુ વાઘાણીએ  21 જૂને વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવાની જાહેરાત કરી છે. 75 આઈકોનિક સ્થળે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવાની જાહેરાત કરી છે. રાજ્ય ભરમાં તમામ જાહેર સ્થળો પર ઉજવણી કરશે. રાજ્યના સીએમ ભૂપેન્દ્ર પટેલ યાત્રાને પસ્થાન કરાવશે. 
- 1 જુલાઈથી 15 જુલાઈ રાજ્યમાં વંદે ગુજરાત વિકાસ યાત્રા શરૂ થશે. જેમાં રાજ્યમાં 80 રથ 8 મનપા અને ડાંગમાં નિકળશે. જે રોજના 10 ગામ પરિભ્રમણ કરશે.
- 17-18 જૂને પીએમ મોદી પાવાગઢમાં મહાકાળી મંદિરમાં 9:15 કલાકે દર્શન કરશે. ત્યારબાદ પીએમ મોદી નજીકના વનની મુલાકાત પણ લેવાના છે. પછી વડોદરામાં બપોરે સાડા બાર વાગે ગુજરાત ગૌરવ અભિયાન હેઠળ વિશાળ જન મેદનીને સંબોધશે  પીએમ મોદી રાજભવનમાં રાત્રિ રોકાણ કરશે. એટલું જ નહીં, પીએમ આવાસ યોજનાના મકાનનું લોકાર્પણ કરાવશે, જેમાં પીએમ મોદી પ્રધાનમંત્રી આવાસ યોજનાના 8907 આવાસ ગરીબોને આપશે. આ સિવાય સુપોષણ યોજના અને અન્ય કાર્યક્રમ પણ થવાના છે.