1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 13 જૂન 2022 (16:02 IST)

સુરતમાં નુપુર શર્માના પોસ્ટર રોડ પર લગાવનાર, છાપનાર સહિત 5 ઝડપાયા

nupur sharma
ભાજપની પૂર્વ રાષ્ટ્રીય પ્રવક્તા નૂપુર શર્માએ કરેલા વિવાદિત નિવેદનને લઈને દેશભરમાં મુસ્લિમ સમાજ દ્વારા વિરોધપ્રદર્શન કરાઈ રહ્યું છે. ત્યારે ચાર દિવસ પહેલાં સુરતમાં રોડ પર પોસ્ટર લગાવી અને વીડિયો વાઇરલ કરી કોમી હિંસા ભડકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પોલીસે વીડિયો આધારે પોસ્ટર લગાવનાર, છાપનાર અને સોશિયલ મીડિયામાં વીડિયો વાઇરલ કરનાર પાંચની ધરપકડ કરી છે.

પાંચેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા 1 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનિય છે કે, ત્રણ આરોપીઓના મોબાઈલમાંથી ઉશ્કેરણીજનક વીડિયો પણ મળી આવ્યા છે.નુપુર શર્માની વિવાદિત ટીપ્પણીને લઈ સુરતમાં પણ વિરોધ થઈ રહ્યો છે. નાનપુરા કાદરશાની નાળમાં રોડ પર નૂપુર શર્માના ફોટા ઉપર બુટ પ્રિન્ટની છાપવાળા પોસ્ટરો બે શખ્સોએ ચોંટાડી મેસેજ સાથેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો હતો. મેસેજમાં લખ્યું કે ‘ભાઈ 40-50 પોસ્ટર જો છપે ઉસસે કામ નહિ હુઆ, અબ જ્યાદા છપાને પડેંગે, યુપી ઔર ઝારખંડ જૈસા કરના હૈ.’વીડિયોના આધારે અઠવા પોલીસે જાતે ફરિયાદી બની 3 યુવકોની ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યું કે મોહંમદ તૌફીક શેખ અને સદ્દામ સૈયદે પોસ્ટરો ચોંટાડ્યા હતા. જ્યારે નુપુર શર્માના પોસ્ટરો નાનપુરાની પ્રિન્ટિંગ ઈમરાનખાન પઠાણે છાપ્યા હતા. ઈમરાન નાનપુરામાં રહે છે. જ્યારે તૌફીક અને સદ્દામ કાદરશાની નાળમાં રહે છે.સુરતમાં નૂપુર શર્માના ફોટા ઉપર બુટની પ્રિન્ટવાળા પોસ્ટર રોડ પર ચોંટાડતા નજરે પડ્યા હતા. આ ઉપરાંત મુસ્લિમ સમાજને ઉશકેરવા માટે જુદા-જુદા વ્હોટ્સએપ ગ્રુપમાં વીડિયો વાઇરલ કરવામાં આવ્યો હતો. આ વીડિયો નાનપુરા કાદરશાની નાળનો હોવાનું જણાતા અઠવાલાઇન્સ પોલીસ દોડતી થઇ ગઇ હતી અને વીડિયોમાં નજરે પડતા મોહમંદ તૌફીક મોહમંદ રફીક શેખ, સદ્દામ રઉફ સૈયદ અને ઇમરાનખાન હબીબખાન પઠાણની ધરપકડ કરી હતી. આ ત્રણેયના મોબાઇલમાંથી ઉશકેરણીજનક વીડિયો મળ્યા હતા.