શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 8 માર્ચ 2023 (09:43 IST)

ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. હોલ ટિકિટ વગર પરીક્ષા આપવા મામલે શિક્ષણ બોર્ડે સ્પષ્ટતા કરી છે. હોલ ટિકિટ વગર પરીક્ષાખંડમાં પ્રવેશ મળશે નહીં. ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા માટે પ્રવેશ માટેનો આધારભૂત દસ્તાવેજ હોલ ટિકિટ છે. જેથી વિદ્યાર્થીઓએ હોલ ટિકિટ સાથે રાખવી પડશે તે વિગત સ્પષ્ટ કરી દેવામાં આવી છે. ધોરણ 10 અને 12 બોર્ડના વિદ્યાર્થીની હોલ ટિકિટ મુદ્દે શિક્ષણ વિભાગે સ્પષ્ટતા કરી છે. તેમણે કહ્યું છે કે, હોલ ટિકિટ વિના વિદ્યાર્થી પરીક્ષા ખંડમાં પ્રવેશશે નહી  તેમજ આ બાબતની નોંધ ગંભીરતાપૂર્વક લેવા આચાર્યોને આદેશ કર્યા છે.
 
રાજ્યભરમાં આગામી તા.14મી માર્ચના રોજથી ધોરણ 10 અને ધોરણ 12ના બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થશે. જેમાં ધોરણ-10માં 9.56 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.જ્યારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 1.10 લાખ વિદ્યાર્થીઓ તેમજ સામાન્ય પ્રવાહમાં 5.65લાખ વિદ્યાર્થીઓ પ્રથમ વખત પરીક્ષા આપશે. રાજ્યમાં ધોરણ 10ની પરીક્ષા માટે 958 કેન્દ્રો જયારે ધોરણ 12ના સામાન્ય પ્રવાહ માટે 525 જ્યારે વિજ્ઞાન પ્રવાહ માટે 140 કેન્દ્રો પર આ પરીક્ષા શાંતિપૂર્ણ રીતે લેવામાં આવશે.
 
હોલ ટિકિટ જાહેર પરીક્ષામાં ઉપસ્થિત થવાનો મુખ્ય આધારભુત દસ્તાવેજ છે. હોલ ટિકિટ વગર પરીક્ષા ખંડમાં પ્રવેશ આપી શકાય નહિ. ધોરણ 10ની હોલ ટિકિટ સાથેની સૂચનાઓમાં ટાંકવામાં આવી છે. જેમાં સુચના નંબર 2માં પરીક્ષાર્થીને હોલ ટિકિટ પરીક્ષા સમયે પોતાની પાસે રાખવું અને પરીક્ષા સમયે તે બતાવવું.
 
જો કોઈ વિદ્યાર્થી બોર્ડની પરીક્ષામાં ચોરી કરતા પકડાશે તો તેને કડક સજા કરવામાં આવશે. ચોરી કરનાર અને કરાવનારા બન્ને વિદ્યાર્થીઓએ 2 વર્ષ સુધી ઘરે બેસવું પડશે.  પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા બોર્ડ દ્વારા નિયમો જાહેર કરાયા આ સાથે જ બોર્ડ દ્વારા બીજો પણ એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કોઈ વિદ્યાર્થી પરીક્ષા ખંડમાં હથિયાર સાથે પકડાશે તો તે વિદ્યાર્થી આજીવન પરીક્ષા આપી શકશે નહીં. પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા બોર્ડ દ્વારા નિયમો જાહેર કરાયા