શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : મંગળવાર, 7 માર્ચ 2023 (17:17 IST)

વાલીઓ હવે ચેતો, મહુઆમાં ત્રણ બાળકો વાડીમાં ખુલ્લા વીજ વાયરને અડતાં કરંટ લાગ્યો, મોતને ભેટ્યાં

gujarati news
મહુવા તાલુકાના કાટકડા ગામે 3 બાળકો સ્કૂલેથી છૂટીને પોતાના ઘરે જઈ રહ્યા હતા. ત્યારે વાડીના ખેતરમાં વીજ કરંટ લાગતા ત્રણેય બાળકોના ઘટના સ્થળ પર જ મૃત્યુ થયા હતા. બાળકોને શોર્ટ લાગ્યાની આજુબાજુના વાડીના લોકોને જાણ થતાં તાત્કાલિક દોડીને ત્યાં સ્થળ પર પહોંચ્યા હતા. પરંતુ તે પહેલા જ ત્રણેય બાળકોના મૃત્યુ થઈ ગયા હતા.

સવારે સ્કૂલમાં ગયા બાદ ઘરે પરત જવા માટે બાળકો ખેતરમાં પહોંચ્યા ત્યારે વાડીની બાજુમાં રાખેલા વીજળીના ખુલ્લાં વાયરને અડી જતા એક પછી એક ત્રણેય બાળકોને કરંટ લાગ્યો હતો. તેઓ વીજ વાયરને ચોંટી ગયા હતા. તેમને જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પરંતુ ત્યાં ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા.ગામના ઝવેરભાઈ જંબુચા જણાવ્યું હતું કે, તેમને જાણ કરવામાં આવી કે, નૈતિકને શોર્ટ લાગ્યો છે. તેથી હું આગળ વધ્યો. મને જાણ થઈ કે ગામના છેલ્લા ભાગમાં તેમને શોર્ટ લાગ્યો છે. એટલે હું ગાડી લઈ ફટાફટ ત્યાં પહોંચ્યો હતો. મેં જોયું કે તેઓ વાયર વચ્ચે પડેલા જોવા મળ્યા હતા. શોર્ટ લાગવાનું કારણ મને ખબર નથી.