ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 4 એપ્રિલ 2023 (16:30 IST)

અમદાવાદમાં ભાઈઓ સાથે મજુરીએ આવેલી બહેન સાથે કોન્ટ્રાક્ટરે જબરદસ્તી દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો

rape case gujarat
અમદાવાદમાં મહિલાઓ સુરક્ષિત નથી રહી. શહેરમાં બીજા રાજ્યમાંથી મજુરીએ આવતી મહિલાઓ સાથે કોન્ટ્રાક્ટરો જબરદસ્તીથી હવસ સંતોષવાનો પ્રયત્ન કરતાં હોય છે. ત્યારે શહેરમાં આવી જ એક ઘટના ચાંદખેડામાં બની છે. રાજસ્થાનથી ભાઈઓ સાથે મજુરી માટે આવેલી યુવતી સાથે કોન્ટ્રાક્ટરે જબરદસ્તીથી દુષ્કર્મ કરવાનો પ્રયાસ કરવાની ફરિયાદ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.

પ્રાપ્ત વિગતો પ્રમાણે રાજસ્થાનથી પોતાના ભાઈઓના ઘરે અમદાવાદ આવેલી યુવતી ભાઈઓ સાથે મજુરીએ જતી હતી. તેના ભાઈઓ પણ કડિયાકામની છુટક મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. એક વખતે આ યુવતી તેના ભાઈઓ સાથે જનતાનગર કડિયાનાકા પાસે મજુરી કામ અર્થે ઉભા હતાં. ત્યારે તેના મોટાભાઈ એક વ્યક્તિ સાથે વાતચીત કરતાં હતાં. આ ઉમેશ પરમાર નામનો કોન્ટ્રાક્ટર ચાંદખેડા ખાતેના ન્યૂ સીજી રોડ પાસે તેમને મજુરી અર્થે લઈ ગયો હતો. જ્યાં પાઈપોનું કામ ચાલતું હતું. યુવતી ત્યાં મજૂરી કરતી હતી ત્યારે આ ઉમેશ પરમારે કહ્યું હતું કે ચલ સિમેન્ટ લેવા જવાનું છે. ત્યાર બાદ તે સોસાયટીના બગીચા પાસેના બાથરૂમ પાસે લઈ ગયો હતો. તેણે એકલતાનો લાભ લઈને મારા હાથ ખેંચીને જબરદસ્તી મને બાથરૂમમાં ખેંચીને મારી છાતી પર હાથ નાંખીને ચેનચાળા કરતો હતો. ત્યાર બાદ ગાલ પર ચુંબન કરવા લાગ્યો હતો. ત્યાર બાદ તેણે કહ્યું હતું કે હું કહું એમ કર નહીં તો જાનથી મારી નાંખીશ. તેણે જબરદસ્તીથી કપડાં ઉતારવાની કોશિષ પણ કરી હતી. યુવતીએ બુમાબુમ કરતાં તેનો ભાઈ ત્યાં પહોંચી ગયો હતો. ત્યારે આ ઉમેશ દરવાજાને ધક્કો મારીને ત્યાંથી ભાગી ગયો હતો. યુવતી ખુબજ ગભરાઈ ગઈ હતી. ત્યાર બાદ તે તેના ભાઈઓ સાથે ઘરે આવી ગઈ હતી. તેણે ભાઈઓ સાથે પોલીસ સ્ટેશન જઈને ઉમેશ પરમાર સામે ફરિયાદ નોંધાવી હતી.