સોમવાર, 26 ફેબ્રુઆરી 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 2 નવેમ્બર 2021 (15:33 IST)

અમદાવાદમાં યુવતી રોડ પર રાહદારીઓને બોલાવી અભદ્ર ઈશારા કરતી હતી અને પોલીસ પહોંચી

અમદાવાદમાં જાહેર રોડ પર ઊભા રહીને આવતા-જતા લોકો સામે અભદ્ર ઈશારા કરતી 28 વર્ષની યુવતીને પોલીસે પકડી લીધી હતી. કાલુપુર રિલીફ રોડ પર જ યુવતી રાહદારીઓ તેમજ માણસોને હોઠ અને હાથ વડે ઈશારા કરી રહી હતી. આ દરમિયાન પેટ્રોલિંગ પરના પોલીસકર્મીઓની નજર તેના પર પડી અને તેને પકડી લીધી હતી. ઘટનાની વિગતો મુજબ, પોલીસ કોન્ટસ્ટેબલ મહેબૂબખાન તથા મહિલા પોલીસ કોન્સ્ટેબલ સાંજે 4.30 કલાકે કાલુપુર રિલીફ રોડ પર પેટ્રોલિંગ કરી રહ્યાં હતાં. આ દરમિયાન ઓરિયેન્ટલ બિલ્ડિંગની સામે એક યુવતી રાહદારીઓને 'મારી સાથે આવવું છે? મજા આવશે' કહીને હાથ તથા હોઠથી ઈશારા કરીને જાહેરમાં જ બીભત્સ વર્તન કરી રહી હતી, જેથી કોન્સ્ટેબલ પુષ્પાબેને છોકરી પર નજર પડતાં તેને પકડી લીધી હતી.પોલીસે યુવતીની પૂછપરછ કરતાં તેણે પોતે નારોલ ખાતે મજૂરીકામ કરતી હોવાનું તથા કાળીગામ પાસે રહેતી હોવાનું જણાવ્યું હતું. જાહેર રોડ રાહદારીઓ સાથે અભદ્ર વર્તન કરવાના આરોપમાં પોલીસે યુવતી સામે ગુજરાત પોલીસ એક્ટની કલમ 110, 117 મુજબ ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.