ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 28 ફેબ્રુઆરી 2022 (08:21 IST)

ઘાટલોડિયામાં સેક્સની માગણી પૂરી નહીં કરનારી પત્નીને પોલીસ પતિએ પટ્ટાથી મારી; સાસરિયાંઓ સામે ફરિયાદ

પોલીસ ખાતામાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતો શંકાશીલ પતિ પત્ની સાથે મરજી વિરુદ્ધ જબરજસ્તીથી સેક્સની માગણી કરતો હતો. જોકે પત્ની ના પાડતા તેને પટ્ટાથી મારતો અને કહેતો કે હું નોકરીએ જાવ ત્યારે તું ક્યાં ભટકે છે, તેમ કહીને વાળ પકડીને મારતો હતો.

પત્નીના વાળ પકડીને તિજોરીના કાચ સાથે માથંુ અથડાવી મારઝૂડ કરીને ઘરની બહાર કાઢી મુકતા આખરે પત્નીએ ઘાટલોડિયા પોલીસમાં પતિ સાથે સાસુ-સસરા સામે ફરિયાદ નોંધાવી છે.પોલીસ ફરિયાદ મુજબ ઘાટલોડિયા કે.કે.નગર શ્રીજી એપાર્ટમેન્ટમાં રહેતા હિનાબહેન મોદી(32)એ 2017માં કાર્તિક સાથે પ્રેમ લગ્ન કર્યા હતા, પરંતુ કાર્તિકના માતા - પિતાને આ લગ્ન મંજૂર નહીં હોવાથી તેઓ લગ્ન થયા ત્યારથી જ નાની - નાની બાબતે ઘર કામ બાબતે તેમજ દહેજ બાબતે હિનાબહેનને ત્રાસ આપતા હતા. મે 2021માં કાર્તિકભાઈ નોકરીએથી છૂટી ને ઘરે આવ્યા બાદ હિનાબેન સાથે ઝઘડો કરી જબરજસ્તીથી શરીર સંબંધની માંગણી કરી હતી. જોકે હિનાબહેને ના પાડતા કાર્તિકે પટ્ટાથી માર મારીને વાળ પકડીને માથુ તિજોરીના કાચ સાથે અથડાવ્યું હતું.

આ અંગે 181 પર ફોન કરતા પોલીસ આવી હતી, પરંતુ સંસાર બગડે નહીં એટલે તેમણે ફરિયાદ ન કરી અને સમાધાન કરી લીધું હતુ. ગત 2 જાન્યુઆરીએ રાતે પતિએ ફરી વખત શંકા રાખીને મારઝુડ કરીને કપડા ફાડીને હિનાબહેનને ઘરમાંથી કાઢી મૂક્યાં હતાં. આખી રાત બહાર બેસી રહ્યાં અને ત્યાંથી તેઓ માતાના ઘરે આવી ગયાં હતાં. આખરે હિનાબહેને પતિ કાર્તિક મોદી, સસરા રાજેશકુમાર ભગવાનદાસ મોદી અને સાસુ શોભનાબહેન મોદી વિરુદ્ધ ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.