શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 7 ડિસેમ્બર 2022 (15:26 IST)

ગુજરાતમાં લગ્ન પ્રસંગ કરતાં પણ રાજકીય પાર્ટીઓની ફટાકડાની માંગ વધી

ગુજરાતમાં ઉમેદવારોએ અતિઉત્સાહિત બનીને કેટલાક પક્ષ અને તેના ટેકેદારોએ અત્યારથી જ ફટાકડાના ઓર્ડર અને ઇન્કવાયરી કરી દીધી છે. અમદાવાદમાં ફટાકડાના મોટા વેપારી પાસે ભાજપ-કોંગ્રેસ સહિત અલગ અલગ પક્ષની 100થી વધારે ઇન્કવાયરી આવી છે. એમાં સ્મોકર, રિબીન પટ્ટી, બોમ્બ, ફટાકડા લૂમ જેવી અલગ અલગ વેરાઇટીના ફટાકડાની માગ રાજકીય પાર્ટી કરી રહી છે અને જેને કારણે ફટાકડાની ડિમાન્ડ સામાન્ય દિવસની સરખામણીએ 30 ટકા વધી છે, જેમાં ભાજપ દ્વારા વિશિષ્ટ કેસરી સ્મોકરની ડિમાન્ડ વધારે કરવામાં આવી છે.

અમદાવાદના ફટાકડાના હોલસેલ વેપારી અમિત મોદીએ જણાવ્યું હતું કે લૂમ, કેસરી સ્મોકર, રિબીન પટ્ટીની માગ વધી છે. ગુજરાતની તમામ 182 સીટ પરથી ઇન્કવાયરી આવી છે. દર ઇલેક્શન 250થી વધારે ઇન્કવાયરી આવતી હોય છે, જેના માટે ફટાકડા શિવાકાશીના હોય છે. અમારી પાસે માંગરોળ, કેશોદ, ગારિયાધાર, ભાવનગર, સુરત, બનાસકાંઠા સહિત અલગ-અલગ જગ્યાના હોલસેલ વેપારી આવતા હોય છે. આ વેપારીઓ પાસેથી ભાજપ-કોંગ્રેસ કે અન્ય પાર્ટી ફટાકડા ખરીદતી હોય છે. તેમણે કહ્યું હતું કે સામાન્ય દિવસની સરખામણીએ 30 ટકા ફટાકડાની ડિમાન્ડ વધી જાય છે. સરેરાશ ફાટકડાનો એક ઓર્ડર 10 હજારથી લઈને 40 હજાર સુધીનો અપાતો હોય છે. ફટાકડા શિવાકાશીથી લાવવામાં આવે છે.ચૂંટણીના વિજય સરઘર્ષ નીકળતા હોય એમાં ફટાકડા ફોડાતા હોય છે, એટલે સામાન્ય દિવસ કરતાં ડિમાન્ડ અમારા ત્યાં 15 ટકા જેટલી વધી છે. સરેરાશ અમારા ત્યાં સરેરાશ 10 હજારનો એક ઓર્ડર રહેતો હોય છે, જેમાં ભાજપ કેસરી સ્મોકના ફટાકડાની ડિમાન્ડ કરી રહ્યો છે.