સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 23 જાન્યુઆરી 2023 (16:26 IST)

રાજકોટમાં ભાજપના કોર્પોરેટરના પુત્રએ રીલ્સ બનાવી રૌફ જમાવ્યો, રિવોલ્વર સાથે કારના બોનેટ પર બેઠો

, BJP corporator's son makes reels,
રાજકોટમાં યુવાધન રીલ્સ બનાવવાની ઘેલછામાં કાયદો અને વ્યવસ્થાનો ભંગ કરી બેસે એવા ઘણા કિસ્સા અગાઉ બની ચૂક્યા છે. ત્યારે વધુ એક કિસ્સો સામે આવ્યો છે. એમાં ભાજપનાં મહિલા કોર્પોરેટરના પુત્રએ પોતાના પિતાની રિવોલ્વર કમર પર ટીંગાડી, કારના બોનેટ પર ઠાઠમાઠથી બેસી ફોનમાં વાત કરતો હોય એવી રીલ્સ બનાવી છે. આ રીલ્સ પોતાના સોશિયલ મીડિયામાં વાઇરલ પણ કરી હતી.

આ રીલ્સમાં ‘હું જે કાંઈ કામ ધારું એ મારી મેલડી’નો અવાજ આપવામાં આપવામાં આવ્યો છે. પિતાની રિવોલ્વર પુત્ર કેવી રીતે કમર પર ટીંગાડી શકે એવા સવાલો પણ લોકોમાં ઊઠ્યા છે. જોકે આ મામલે હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી. વોર્ડ નં.6ના કોર્પોરેટર દેવુબેન જાદવના પુત્ર નિલેશ જાદવ કારના બોનેટ પર બેસીને મોબાઇલ પર વાતચીત કરતો અને કમરે રિવોલ્વર ટીંગાડી રીલ્સ બનાવી હતી. એટલું જ નહીં, નેતાના પુત્રે થોકબંધ તસવીરો ખેંચાવી એને સોશિયલ મીડિયામાં અપલોડ કરી હતી, પોતાની પાસે હથિયાર પરવાનો ન હોવા છતાં રિવોલ્વર લઇને તેની તસવીર ખેંચાવી એને ફરતી કરવી તે ગુનો નહીં હોય એવું આગેવાનનો પુત્ર માનતો હશે અથવા તેને તેનાં માતા-પિતા ભાજપના આગેવાન હોવાથી પોલીસ તેનું કંઇ નહીં કરી શકે એવો વહેમ હશે, પરંતુ રવિવારે સાંજે આ તસવીર ફરતી થતાં પોલીસ હરકતમાં આવી હતી.રીલ્સમાં જીજે-03-એમબી-1009 નંબરની સિલ્વર કલરની કારના બોનેટ પર એક પગ વાળી અને એક પગ લાંબો કરી ઠાઠમાઠથી બેઠો હોય એમ નિલેશ નજરે પડે છે. રીલ્સમાં અન્ય યુવાનો પણ જોવા મળે છે તેમજ રીલ્સમાં શરૂઆતમાં ‘અરે ખબર નહીં ક્યાં રૂપમાં આવીને વઇ જાય છે, હું જે કાંઈ કામ ધારું એ મારી મેલડી...મારા બોલતાં પહેલાં કરી જાય છે’ એવો અવાજ સંભળાય છે અને બાદમાં ‘જય હો મેલડી મા’નું ડાકલાં સાથે ગીત વાગે છે. વીડિયોના અંતે મેલજી માતાજીનો ફોટો પણ રાખ્યો છે.