મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 23 સપ્ટેમ્બર 2021 (15:01 IST)

સાંતલપુરમાં પડોશી મહિલાએ પોતાનું પાપ છુપાવવા માસૂમનું ગળું દબાવી તેનો હાથ ઊકળતા તેલમાં ડબોળ્યો,

એક વ્યક્તિ કોઇ ભૂલ કરે અને તેને સત્યતાના પારખાં કરવા માટે અમાનુષી અત્યાચાર ભોગવવો પડે તે ક્યાંનો ન્યાય છે? સમાજમાં અંધશ્રદ્ધા અને સાવ નિમ્ન કક્ષાની વિચારધારા આવી ઘટનાઓને જન્મ આપી રહી છે. પાટણના સાંતલપુરમાંથી પણ કંઇક આવી જ ઘટના સામે આવી છે. આ ઘટનામાં તો કોઇ ભૂલ વગર જ માસૂમ પર એક મહિલાએ પોતાના પાપને છૂપાવવા અત્યાચાર કર્યો છે.

લખ્ખી નામની મહિલાએ પોતાના લખ્ખણ બતાવી પોતાનું પાપ છૂપાવવા માસૂમ બાળકીને પકડીને જબરદસ્તી ઊકળતાં તેલમાં હાથ નંખાવતાં સમગ્ર પંથકના અકચાર જાગી છે. માસૂમના પિતાની ફરિયાદના આધારે પોલીસે મહિલાની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પાટણ જિલ્લાના સરહદી ગણાતા સાંતલપુરમાં બનેલી ધૃણાસ્પદ ઘટનાએ કંઈ કેટલાય લોકોના કાળજા કંપાવી નાખ્યા છે.

સાંતલપુરમાં રહેતાં એક પરિવારની અગિયાર વર્ષની કુમળી વય ધરાવતી બાળા સાથે પડોશમાં રહેતી એક મહિલાએ અમાનુષી અત્યાચાર આચરતા સમગ્ર પંથકમાં આ ઘટનાને લઇ અત્યાચારી મહિલા પર ફિટકાર વરસી રહ્યો છે.સાંતલપુરના કોલી વાસમાં રહેતાં લવજીભાઈ કાથળભા કોલીની 11 વર્ષની દીકરી સંગીતા બુધવારે અગિયાર વાગ્યાના અરસામાં પોતાના ઘરની બહાર અત્યંત દર્દનાક પીડાથી બૂમાબૂમ કરતી હતી. જેની ચિત્કારીઓ સાંભળી બાજુમાંથી દોડી આવ્યા હતાં. જેમાં દિલુભા અનુભા જાડેજા નામના વ્યક્તિ સંગીતાની હાલત જોઈને ડઘાઈ ગયા હતા