બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: સોમવાર, 15 જુલાઈ 2024 (17:42 IST)

વડોદરાના સાવલીમાં ઇસ્લામિક બોર્ડ અને પેલેસ્ટાઇનનો ઝંડો લાગતા પોલીસ દોડતી થઈ

gujarat police
જિલ્લાના સાવલીમાં પેલેસ્ટાઇનનો ઝંડો લાગતા પોલીસ દોડતી થઈ હતી. ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે લાંબા સમયથી જંગ ચાલી રહ્યો છે. જેમાં અવારનવાર બંને દેશો દ્વારા એકબીજા પર જીવલેણ હુમલા થતાં રહે છે. ત્યારે સાવલીના લાહોરી વગામાં પેલેસ્ટાઇનનો ઝંડો લગાડવામાં આવ્યો હોવાનું સામે આવતા પોલીસ એક્શનમાં આવી હતી. તાત્કાલીક ઝંડો હટાવી પોલીસે જાણવાજોગ ફરિયાદ નોંધીને ઝંડો લગાડનારની શોધખોળ હાથ ધરી છે.
 
સાવલીમાં પેલેન્સ્ટાઈનનો ઝંડો લગાવનારની શોધખોળ શરૂ
આ સમગ્ર ઘટના અને સાવલી પોલીસ મથકમાં જાણવાજોગ ફરિયાદ દાખલ કરીને આવુ કૃત્ય કરનારાઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે. હાલમાં આ મામલાની તપાસ PSI ડી. જે. લીંબોલા કરી રહ્યા છે.હાલમાં દેશભરમાં મોહર્રમ પર્વની ઉજવણીનો માહોલ ચાલી રહ્યો છે. તેવામાં સાવલીના લાહોરી વગામાં મોહર્રમ તહેવાર નિમિત્તે ઝંડા તથા ઇસ્લામિક બોર્ડ લગાડવામાં આવ્યા છે અને તેમાં પેલેસ્ટાઇનનો ઝંડો લગાડવામાં આવ્યો હોવાનું સામે આવતા લોકોમાં ચર્ચા શરૂ થઈ છે. આ સમગ્ર ઘાટના અંગે સાવલી પોલીસના આ હેડ કોન્સ્ટેબલ ભૂપેન્દ્રભાઇ ગણેશભાઇ દ્વારા સાવલી પોલીસમાં જાણવાજોગ ફરિયાદ નોંધાવી હતી.