સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 10 ઑગસ્ટ 2023 (18:21 IST)

સિંગતેલના ભાવમાં ફરી ભડકો

 Increase in price of edible oil:
Increase in price of edible oil: વધતી મોંઘવારી વચ્ચે મધ્યમ વર્ગને વધુ એક ડામ પડ્યો છે. તહેવારો નજીક આવતા સિંગતેલના ભાવ વધ્યા છે.
 
રાજકોટમાં સીંગતેલના ભાવમાં 20 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે. આ ભાવ વધારા બાદ સીંગતેલના ડબ્બાનો ભાવ 3120 રૂપિયા નજીક પહોંચી ગયો છે. સિંગતેલના ભાવમાં વધારો થતાં ગૃહિણી અને સામાન્ય લોકોને ફરી એકવાર મોંઘવારીનો માર સહેવાનો વારો આવ્યો છે. 
 
સૌરાષ્ટ્રમાં સાતમ આઠમના તહેવારોમાં ફરસાણ અને મીઠાઈ લોકો સીંગતેલમાં બનાવે છે જેના કારણે આ વખતે આ તમામ વસ્તુઓ ભાવમાં પણ વધારો જોવા મળી શકે છે.
 
સિંગતેલના ડબ્બાનો ભાવ રૂ.3100ને પાર પહોંચ્યો છે. જ્યારે કપાસિયા તેલમાં એક મહિનામાં 100 રૂપિયાનો અને સોયાબીન તેલમાં પણ એક મહિનામાં 100 રૂપિયાનો વધારો થયો છે. સોયાબીન તેલના ડબ્બાનો ભાવ રૂ.1700ને પાર બોલાઈ રહ્યો છે.