શુક્રવાર, 3 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 19 સપ્ટેમ્બર 2021 (15:30 IST)

વરસાદમાં પાક નુકશાનીની સહાય વધારાઈ

જામનગર જિલ્લામાં વરસાદના કારણે સર્જાયેલી તારાજી બાદ પૂરની પરિસ્થિતિઓનો તાગ મેળવવા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જામનગર જિલ્લાના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. જિલ્લાના અલિયા ગામે કૃષિમંત્રી રાઘવજી પટેલે નિવેદન કરતા જણાવ્યું હતું કે, ‘એક હેક્ટર પાક ધોવાણના રૂપિયા 10 હજારની જગ્યાએ 40 હજાર સહાય આપવામાં આવશે. વધુમાં વધુ એક ખેડૂતને ત્રણ મૃત પશુની સહાય મળતી હતી જે હવે પાંચ પશુઓના મોતની સહાય મળશે. એક હેક્ટર જમીન ધોવાણના રૂપિયા 10 હજાર મળતા હતાં જે હવે રૂપિયા 20 હજાર કરવામાં આવ્યાં છે.