મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 3 જાન્યુઆરી 2023 (14:18 IST)

પાલિતાણામાં શેત્રુંજય પર્વતની સુરક્ષામાં વધારો, DySpના સુપરવિઝન હેઠળ દેખરેખ રખાશે

palitana
પાલીતાણાના જૈન તિર્થધામ શેત્રુંજય પર્વત પર થોડા દિવસ પહેલા રોહિશાળામાં પ્રભુના ચરણ પાદુકા ની તોડફોડની ઘટના બની હતી. જેનો પડઘો સમગ્ર દેશના જૈન સમાજમાં પડ્યો હતો. હવે જૈન સમાજ દ્વારા રોહિશાળામાં પ્રભુના ચરણ પાદુકાની તોડફોડની ઘટનામાં તાત્કાલિક ધોરણે તપાસ કરવામાં આવે અને યોગ્ય પગલાં લેવા તેમજ યાત્રિકોની સુરક્ષાને ધ્યાને લઈ તાત્કાલિક ધોરણે આ સ્થળ પર એક પોલીસ ચોકી ઉભી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે પોલીસ ચોકીમાં એક PSI,બે ASI,3 હેડ કોન્સ્ટેબલ અને મહિલા પોલીસ સહિતના સ્ટાફની ફાળવણી કરી પોલીસ ચોકી ઊભી કરવાનો નિર્ણય લેવાયો છે.

જૈન સમાજની માંગને અનુલક્ષીને તાત્કાલિક ધોરણે શેત્રુંજય પર્વત પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. 1 PSI,2 ASI,3 હેડ કોન્સ્ટેબલ, 12 કોન્સ્ટેબલ ફરજ પર મુકાઈ ગયાં છે. તે ઉપરાંત પાંચ ટ્રાફિક પોલીસ, પાંચ મહિલા હોમગાર્ડ્સ અને આઠ ટીઆરબીના જવાનો કાર્યરત થઈ ગયાં છે. હવે પર્વતની સુરક્ષાને DYSPની દેખરેખ હેઠળ એક સ્પેશિયલ ટીમ કાર્યરત રહેશે. તે ઉપરાંત દબાણ, માલસામાનની હેરાફેરી તેમજ ટ્રાફિકનું પણ નિયમન કરવામાં આવશે. જૈન સમાજ દ્વારા રોહિશાળામાં પ્રભુના ચરણ પાદુકાની તોડફોડ મામલે તાત્કાલિક અસરથી તપાસ કરવા અને યોગ્ય પગલાં લેવાની માંગ કરવામાં આવી છે. તે ઉપરાંત 12 ગાઉ ના રૂટ ઉપર અને અન્ય સ્થળે ગેરકાયદે માઈનિંગ થાય છે તે બંધ કરવામાં આવે, મના રાઠોડ અને અન્ય 5-7 માથાભારે તત્વો પર કડક કાર્યવાહી કરવામાં આવે. ગિરિરાજ ઉપર કરવામાં આવેલ ગેરકાયદે બાંધકામો / દબાણો તાત્કાલિક દૂર કરવામાં આવે. તળેટી રોડ પરના લારી ગલ્લા વગેરેના દબાણો દૂર કરવામાં આવે. એમને વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં આવે.ઘેટીની પાગ બાજુ પણ બાંધકામો અને ગેરકાયદે માઈનિંગ બંધ કરવામાં આવે. જંબુદ્વીપ નજીક આવેલ દારૂની ભઠ્ઠીઓ દૂર થાય, તેમજ ડોલી એસોશિયેશનનો વહીવટ બદલવા પણ માંગ કરવામાં આવી છે.