ગુરુવાર, 24 એપ્રિલ 2025
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાતી સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: શનિવાર, 19 એપ્રિલ 2025 (15:41 IST)

INDIA ગઠબંધનમાં ફૂટ ! કોંગ્રેસ ગુજરાતમાં એકલી લડશે પેટાચૂંટણી, AAP પર લગાવ્યા આરોપ

Gujarat Congress Chief Shakti Singh Gohil
ભારતીય રાષ્ટ્રીય વિકાસશીલ સમાવેશી ગઠબંધન (INDIA) 2014 લોકસભા ચૂંટણી પહેલા ભાજપને કેન્દ્રની સત્તા પરથી દૂર કરવા માટે બનાવવામાં આવ્યુ હતુ. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના નેતૃત્વમાં દેશના 26 રાજનીતિક દળોનો આ એક મોટો બહુદળીય રાજનીતિક ગઠબંધન છે.  જો કે લોકસભા ચૂંટણી પછી આ ગઠબંધનમાં અનેકવાર ફૂટ જોવા મળી. હરિયાણા અને દિલ્હી વિધાનસભા ચૂંટણી પછી કોંગ્રેસ અને આપ એકવાર ફરી ગુજરાત પેટાચૂંટણીમાં જુદી લડવા જઈ રહી છે જો કે આ બંને દળ ઈન્ડિયા બ્લોકનો ભાગ છે.  
 
ભારતીય રાષ્ટ્રીય વિકાસશીલ સમાવેશી ગઠબંધન (INDIA)મા અનેકવાર ફૂટ જોવા મળી છે. હવે તાજો મામલો ગુજરાત પેટાચૂંટણી (Gujarat By Polls) સાથે જોડાયેલો છે. હરિયાણા અને દિલ્હી વિધાનસભા ચૂંટણી પછી કોંગ્રેસ અને આપ એકવાર ફરી ગુજરાત પેટાચૂંટણીમાં જુદી જુદી લડવા જઈ રહી છે.  જ્યારે કે આ બંને દળ ઈંડિયા બ્લોકનો એક ભાગ છે. ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ શક્તિ સિંહ ગોહિલે સંકેત આપ્યા કે આમ આદમી પાર્તી ઈંડિયા બોલોકનો ભાગ હોવા છતા વિસાવદર સીટ માટે પોતાના ઉમેદવાર જાહેર કરીને ગઠબંધન ધર્મ નિભાવવામાં નિષ્ફળ રહી છે.  
 
શુ કહ્યુ શક્તિ સિંહ ગોહિલે ?
ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ શક્તિ સિંહ ગોહિલે શુક્રવારે જાહેરાત કરી કે પાર્ટી પોતાના ઈંડિયા બ્લોક સહયોગી આમ આદમી પાર્ટીની સાથે ભાગીદારી કર્યા વગર સ્વતંત્ર રૂપથી વિસાવદર અને કાદી વિધાનસભા સીટો પર પેટાચૂંટણી લડશે. ગોહિલે સ્પષ્ટ કર્યુ કે રાજ્યમાં અગાઉની ચૂંટણી પરિણામોનુ વિશ્લેષણ  કર્યા બાદ સર્વસંમત્તિથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે કહ્યુ, ગુજરાતીઓએ ક્યારે ત્રીજા મોરચા માટે વોટ નથી આપ્યો. અહી કોંગ્રેસ કે ભાજપા ત્રીજુ કોઈ ન ચાલે. તેમણે આગળ કહ્યુ, પાછલી ચૂંટણીઓમા આપ પાર્ટીએ ઘણી કોશિશ કરી. આપના બધા નેતાઓએ પાર્ટી માટે પ્રચાર કર્યો પણ તેઓ 10-15 સીટો મેળવવામાં સફળ રહ્યા અને ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીને નુકશાન પહોચાડ્યુ.  તેમણે કહ્યુ, ભાજપાને હરાવવા માટે મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસ છે.  અમે આપ પાર્ટીને આગામી વિસાવદર અને કાદી પેટાચૂંટણી માટે પોતાના ઉમેદવારોને પરત લેવાનો આગ્રહ કરે છે. કોંગ્રેસ પાર્ટી બંને સીટો પર ચૂંટણી લડશે. 
 
 ગુજરાતમાં કોંગ્રેસ છેલ્લા ત્રણ દસકાઓથી સત્તાની બહાર 
 કોંગ્રેસની રાજનીતિક મામલાની સમિતિની બેઠક બાદ ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ શક્તિ સિંહ ગોહિલે કહ્યુ કે પાર્ટીએ પેટાચૂંટણીમાં AAP થી દૂર રહેવાનો નિર્ણય કર્યો છે. કારણ કે અરવિંદ કેજરીવાલના નેતૃતવવાળી પાર્ટીએ તેમની સાથે વાતચીત કર્યા વગર વિસાવદઅર સીટ માટે પોતાનો ઉમદવાર જાહેર કરી દીધો છે.  આ બેઠક 8 અને 9 એપ્રિલના રોજ ગુજરાતમાં કોંગ્રેસના AICC સત્ર પછી થયો  હતો. જેના દરમિયાન પાર્ટીએ રાજ્યમાં ચૂંટણી જીતના સંકેત આપ્યા. ગુજરાતમાં કોંગ્રેસ છેલ્લા 3 દાયકાથી સત્તામાંથી બહાર છે.  જો કે ગોહિલે જોર આપીને કહ્યુ કે બંને દળ રાષ્ટ્રીય સ્તર પર ભારત બ્લોકનો ભાગ બન્યા રહેશે.  તેમણે આગળ કહ્યુ કે રાષ્ટ્રીય સ્તર પર અમે બધા ઈંડિયા ગઠબંધનનો ભાગ છીએ અને અમે એક છીએ.  તેમણે જણાવ્યુ કે કોંગ્રેસે  2024ની લોકસભામા AAP માટે ભરૂર અને ભાવનગરની સીટો છોડી હતી. 
 
 
આ કારણે બંને સીટો છે ખાલી 
ઉલ્લેખનીય છે કે ચૂંટણી પંચે હજુ સુધી પેટાચૂંટણીની તારીખો જાહેર કરી નથી, પરંતુ AAP એ ગયા મહિને વિસાવદર બેઠક માટે પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાને પોતાના ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા. જૂનાગઢ જિલ્લાની વિસાવદર બેઠક ડિસેમ્બર 2023 થી AAP ધારાસભ્ય ભૂપેન્દ્ર ભાયાણી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા બાદ ખાલી છે. દરમિયાન, મહેસાણાની કડી બેઠક, જે અનુસૂચિત જાતિ (SC) ઉમેદવારો માટે અનામત છે, તે ભાજપના ધારાસભ્ય કરસન સોલંકીના અવસાન બાદ 4 ફેબ્રુઆરીથી ખાલી છે.