ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 2 જૂન 2022 (17:39 IST)

ઈન્સ્ટાગ્રામ બન્યું દુષ્કર્મનું કારણ - 'હુ મરી જાઉ છુ' એવો ઈમોશનલ મેસેજ અને લગ્નની લાલચ આપી કર્યુ દુષ્કર્મ

rape
આપણે રોજ કેટલાય કેસ સાંભળીએ છીએ અને વાંચીએ છીએ. છતા ભણેલી ગણેલી યુવતીઓ એવી મુશ્કેલીઓમાં ફસાય છે જે જોઈને લાગે છે કે શુ આ લોકો મોબાઈલ પર ફક્ત મનોરંજનને લગતુ સાહિત્ય જ વાંચે છે. જનરલ અવેરનેસ કેટલી જરૂરી છે એ શાળા અને કોલેજોમાં જરૂર શીખવવુ જોઈએ. નહી તો દીકરીઓને લૂંટનારા લૂંટારૂઓ ઘરથી લઈને ઈંટરનેટ સુધી દરેક બાજુ આંખ માંડીને બેસેલા છે. કોઈની સાથે  સોશિયલ મીડિયા દ્વાર દોસ્તી કરો તો વીડિયો કોલ ક્યારેય ન કરશો. ઘરની વાતો પણ શેયર ન કરશો. આજકાલના આવા વધતા કિસ્સા જોઈને પણ જાગૃત ન થાવ તો આ ભોળપણ નહી પણ નોલેજનો અભાવ કહેવાશે. સોશિયલ મીડિયા પર મૈત્રી તમારી આધુનિકતા નહી પણ તમારી બરબાદીનુ કારણ પણ બની શકે છે. આજે વધુ એક કિસ્સો દરેક માટે આંખ ઉઘાડનારો કિસ્સો છે. 
 
રાજકોટના ગાયત્રીનગર મેઈન રોડ નજીકના વિસ્તારમાં રહેતી અને બી.કોમ. સુધીનો અભ્યાસ કરનારી 22 વર્ષીય યુવતી દુષ્કર્મનો ભોગ બન્યાની ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, મિલન કાંતિભાઈ ચોટલિયા નામના યુવકે ઈન્સ્ટાગ્રામમાં મિત્રતા કેળવી હતી. બાદમાં લગ્ન કરવાની લાલચ આપી ‘હું મરી જાઉં છું’ એવો મેસેજ કરી યુવતીને ઇમોશનલી બ્લેકમેઇલ કરતો હતો. ‘તારે મેરેજ પછી પણ મારી સાથે ફિઝિકલ રિલેશન રાખવા પડશે’ એવી ધમકી આપી યુવતી સાથે અવારનવાર શરીર સંબંધ બાંધ્યો હતો. મિલને યુવતી સાથેની અંગત પળોના ફોટા પાડી એને વાઇરલ કરવાની ધમકી આપી અવારનવાર હવસનો શિકાર બનાવી હતી.
 
આરોપીના પિતાના મકાનમાં ભાડે રહેવા ગઈ
ભોગ બનનાર યુવતીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે અગાઉ પોતાનો પરિવાર મિલનના પિતાના મકાનમાં ભાડે રહેવા ગયો હતો. અહીં સગવડ હોવાથી સૂવા આવતા મિલન સાથે પરિચય થયો હતો. આરોપીએ તેને ઈન્સ્ટાગ્રામમાં ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલતાં તેણે એક્સેપ્ટ કરતાં બન્ને વાતચીત કરવા લાગ્યાં હતાં. ત્યાર બાદ મકાનમાં પાણી ચડાવવાની મોટર બગડી ગઈ હોવાથી મિલને તેની પાસે નંબર માગતાં નંબરની આપ-લે કરી હતી અને બન્ને વ્હોટ્સએપ મારફત વાતો કરવા લાગતાં તેમની વચ્ચેની ફ્રેન્ડશિપ ગાઢ થઈ ગઈ હતી.
 
યુવતી ઘરે એકલી હતી ત્યારે દુષ્કર્મ આચર્યું
થોડા દિવસ બાદ યુવતી ઘરે એકલી હતી. ત્યારે ધસી આવેલા મિલને મારી મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં આરોપી બે-ત્રણ દિવસે તે એકલી હોય ત્યારે તેના ઘરે જતો હતો. તે ના પાડે તો તેને ‘હું તારી સાથે લગ્ન કરીશ’ કહી દુષ્કર્મ આચરતો હતો. એટલું જ નહીં, આ સમયે આરોપી બન્નેની અંગત પળોના ફોટા પણ પાડી લેતો હતો. યુવતી જ્યારે ના પાડે ત્યારે મિલન માર મારી બળજબરી કરતો હતો. તેમજ અંગત પળોના ફોટા વાઇરલ કરી દઈશ, એવી કહી ધમકી આપતો હતો. આમ, મિલન અવારનવાર તેને હવસનો શિકાર બનાવતો હતો. એેને પગલે તેની તબિયત ખરાબ થતાં તબીબને દેખાડ્યું હતું.