શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 6 નવેમ્બર 2019 (12:55 IST)

શું વીમા કંપની પણ ખેડૂતોને રોવડાવી રહી છે?

કમોસમી વરસાદનાં કારણે ખેડૂતોના હાલ પહેલા જ બેહાલ થઇ ગયા છે. ત્યારે વીમા કંપનીઓ દ્વારા પણ ખેડૂતો હેરાન થઇ રહ્યા હોવાનુ સામે આવી રહ્યુ છે. તાજેતરમાં સામે આવ્યુ છે કે, પ્રીમિયમ લીધા બાદ પણ વીમા કંપનીઓ વળતર ચુકવવામાં ગલ્લા તલ્લા કરતી હોવાની ખેડૂતો ફરિયાદ કરી રહ્યા છે. વેરાવળ અને સૂત્રાપાડા તાલુકાનાં ખેડૂતોએ સવા કરોડથી વધુનું પ્રીમિયમ ભર્યું હોવા છતાં હજારો ખેડૂતો વળતર માટે વલખાં મારી રહ્યા છે. વીમા કંપનીઓ દ્વારા ખેડૂતો હેરાન થઈ રહ્યા છે ત્યારે વેરાવળ અને સૂત્રાપાડા તાલુકાની 60 થી વધુ મંડળીનાં સંચાલકોએ આવેદનપત્ર આપ્યું હતું. જણાવી દઇએ કે, આ મુદ્દે ગઇ કાલે એટલે કે મંગળવારનાં રોજ કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે પણ એક નિવેદન આપ્યુ હતુ. જેમા કહ્યુ હતુ કે, સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદે ખેડૂતોનાં પાકને ભારે નુકસાન કર્યુ છે, 3-3 વખત ખેડૂતોને પાકમાં નુકસાનનો સામનો કરવો પડ્યો છે, જો ઇન્સ્યોરન્સ કંપની દ્વારા પ્રીમીયમ તુરંત જ કાપી દેવામાં આવે છે તો પાક વિમો કેમ નહી. અમે ખેડૂતોનો અવાજ બનવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. ગુજરાતમાં ઘણા વિસ્તારોમાં કમોસમી વરસાદનાં કારણે ખેડૂતોને ભારે નુકસાન થવા પામ્યુ છે. ત્યારે તેમના પ્રીમીયર ભર્યા બાદ પણ વીમા કંપની દ્વારા વળતર ન મળવુ તેમની મુસીબતોમાં વધારો કરી રહ્યુ છે. મળતી માહિતી મુજબ વીમા કંપની વળતર ચુકવવામાં સ્પષ્ટતાની જગ્યાએ ગલ્લા તલ્લા કરી રહી છે.