શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: નવી દિલ્હી. , શનિવાર, 20 ફેબ્રુઆરી 2021 (15:08 IST)

IPL 2021 ની લીગ મેચ મુંબઈ, પ્લેઓફ મુકાબલો અમદાવાદમાં થશે

ઇન્ડિયન પ્રીમિયર લીગ 2021 ની હરાજીના સમાપન પછી હવે સવાલ એ છે કે શું આ વખતે ટૂર્નામેન્ટ ભારતમાં થશે કે વિદેશમાં? દરમિયાન, એવા અહેવાલો છે કે આ વખતે ભારતમાં આઈપીએલ રમી શકાય છે અને તેના લીગ રાઉન્ડ્સ મુંબઇ અને અમદાવાદમાં નોકઆઉટ મેચ યોજવામાં આવી શકે છે. 
 
ઈએસપીએનક્રિકઈંફોની રિપોર્ટ મુજબ દિલ્હી કેપિટલના માલિક પાર્થ જિંદલે ગુરુવારે થયેલ ઓક્શનમાં આ સંકેતો આપ્યા હતા. પાર્થ જિંદલે કહ્યું કે, 'હું જે જોઇ રહ્યો છું અને જે સાંભળી રહ્યો છું તે તે છે કે જો ઈંગ્લેંડ ભારત પ્રવાસ પર આવી શકે છે. જો આઇએસએલની તમામ મેચ ગોવામાં યોજાઈ શકે છે, જો વિજય હજારે અને સૈયદ મુસ્તાક અલી ટ્રોફી તમામ શહેરોમાં યોજાઈ શકે, તો આઈપીએલ વિદેશમાં હોવાનો સવાલ જ ઉભો થતો નથી. મને લાગે છે કે આ વખતે આઈપીએલ ફક્ત ભારતમાં જ હશે.
 
લીગ સ્ટેજ મુંબઈ, નૉકઆઉટ અમદાવાદમાં થશે ? 
 
પાર્થ જિંદાલે વધુમાં કહ્યું કે, 'એવું લાગે છે કે લીગ સ્ટેજ એક વેન્યુ પર યોજાશે અને પ્લેઓફ  બીજા સ્થાને યોજાશે. જાણવા મળ્યુ છે કે મુંબઈમાં લીગ મેચ યોજાઈ શકે છે કારણ કે ત્યાં ત્રણ મેદાન છે, ત્યાં પ્રેક્ટિસની પૂરતી સુવિધા પણ છે. આ પછી અમદાવાદના મોટેરા સ્ટેડિયમ ખાતે નોકઆઉટ મેચનું આયોજન કરી શકાય છે.
 
મુંબઈમાં લીગ સ્ટેજ થશે તો દિલ્હી કૈપિટલ્સને થશે ફાયદો ? 
 
દિલ્હી કેપિટલ્સના માલિક પાર્થ જિંદલે એમ પણ કહ્યું હતું કે, જો લીગની તમામ મેચ મુંબઈમાં થાય છે, તો દિલ્હી કેપિટલ્સને મોટો ફાયદો થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે દિલ્હી ટીમમાં મુંબઇના ઘણા ખેલાડીઓ છે. કેપ્ટન શ્રેયસ ઐયર, પૃથ્વી શો, અજિંક્ય રહાણે બધાએ મુંબઈમાં ક્રિકેટ રમી છે. આ ઉપરાંત પાર્થ જિંદલે એમ પણ કહ્યું હતું કે સ્ટીવ સ્મિથની બેટિંગ મુંબઈની વિકેટ પર અદ્દભૂત સાબિત થઈ શકે છે.