સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 27 સપ્ટેમ્બર 2021 (18:52 IST)

ગુજરાત મેઘતાંડવ માતમમાં ફેરવાયુ, 2 ના થયા મોત

ગુજરાતમાં ગુલાબ વાવાઝોડાની અસરનાં કારણે આજે સવારથી જ ભારે વરસાદ વરસી રહ્યો છે. ગુજરાત સહિત આખા દેશમાં અત્યારે મેઘતાંડવ થઈ રહ્યો છે, આજે આ મેઘતાંડવ ત્યારે માતમમાં ફેરવાઈ ગયુ જ્યારે આજે અમદાવાદમાં અંડરબ્રિજમાં તણાઇ જવાના કારણે એક જવાનજોધ યુવકનું મોત થયું છે ત્યારે જામજોધપૂરથી પણ ખૂબ જ દુ:ખદ સમાચાર સામે આવી રહ્યા છે.
 
જામજોધપુરનાં ગીંગણી ગામે ખેડૂત પોતાના બળદો સાથે તણાઇ ગયો હોવાની ઘટના સામે આવી રહી છે. વેણુ નદીમાંથી પસાર થતી વખતે જ આ ઘટના સામે આવી છે. ચોંકવાનારી બાબત છે કે શોધખોળ દરમિયાન એક બળદનો મૃતદેહ મળી આવ્યો છે જ્યારે ખેડૂતની શોધખોળ હજુ ચાલુ છે. ખેડૂતનાં પરિવારનાં લોકો પણ આ ઘટના બાદ હેબતાઈ ગયા છે અને તેમની માટે પ્રાર્થનાઓ કરી રહ્યા છે.