ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated :ગોવા. , મંગળવાર, 16 માર્ચ 2021 (11:49 IST)

Jasprit Bumrah Sanjana Ganesan Marriage: જાણો જસપ્રીત બુમરાહની પત્ની સંજના ગણેશન કોણ છે ?

ભારતીય ક્રિકેટ ટીમના ઝડપી બોલર જસપ્રીત બુમરાહ આજે ગોવામાં ટીવી પ્રેજેંટર સંજના ગણેશન  સાથે લગ્નના બંધનમાં બંધાય ગયા. બુમરઆહ અને સંજનાએ એક પ્રાઈવેટ ફંકશનમાં પોતાના નિકટના સંબંધીઓ અને મિત્રો વચ્ચે લગ્ન કર્યા. બુમરાહ અને સંજનાના લગ્નના ફંક્શનમાં કોરોના મહામારીનુ પણ ધ્યાન રાખવામાં આવ્યુ. જેને કારણે ફક્ત ખૂબ જ નિકટના લોકો જ લગ્નમાં સામેલ થઈ શક્યા. 
 
કોણ છે સંજના ગણેશન ?
 
28 વર્ષીય સંજના ગણેશન ક્રિકેટ એન્કર છે. તે કેટલાક સમયથી ઘણી ટૂર્નામેન્ટ્સનો ભાગ રહી છે. સંજના ગણેશનને પ્રથમ વખત 2012 માં સ્પ્લિટ્સવિલા 7 માં  એક સ્પર્ધક તરીકે લોકપ્રિયતા પ્રાપ્ત કરી હતી. જોકે, ઈજાને કારણે તે શોમાં તેની  હાજરી ઓછી હતી. 
 
સંજના ટીવી પ્રસ્તુતકર્તા બનતા પહેલા એક મોડેલ હતી. તેણે 'ફેમિના ઓફિશિયલી ગાર્જિયસ' જીતી અને '2012 ફેમિના સ્ટાઇલ દિવા' ફેશન શોમાં પણ ભાગ લીધો હતો.

 
સંજનાનુ મોડેલિંગ કેરિયર 2014માં ખૂબ સારુ ચાલી રહ્યુ હતુ. તે ફેમિના મિસ ઈંડિયા પુણે હરીફાઈની ફાઈનલિસ્ટ પણ હતી. તેણે  વર્ષ 2019 ક્રિકેટ વિશ્વકપ દરમિયાન સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર શો મેચ પોઈંટ અને ચિકી સિંગલ્સની મેજબાની કરવી શરૂ કરી. 
 
સંજના પ્રીમિયર બેડમિંટન લીગ (પીબીએલ) ની હોસ્ટ પણ બની હતી. આને કારણે, તેમના સોશિયલ મીડિયા ફેંસ વધ્યા. સંજનાએ સ્ટાર સ્પોર્ટ્સ માટે એક સેગમેન્ટ  'દિલ સે ઈન્ડિયા' પણ હોસ્ટ કર્યું છે.
 
સંજનાના આઈપીએલ ટીમ કેકેઆર સાથે એક ખાસ સંબંધ છે. તે કેકેઆર ફેંસ માટે 'ધ નાઇટ ક્લબ' નામના વિશેષ ઇન્ટરેક્ટિવ શોની હોસ્ટ હતી, જેમાં શાહરૂખ ખાન પણ થોડા સમય માટે જોડાયો હતો.
 
ચોથી ટેસ્ટ દરમિયાન જ બુમરાહે નામ પરત લીધુ હતુ. 
 
તમને જણાવી દઈએ કે બુમરાહે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી ચાર ટેસ્ટ શ્રેણીની ચોથી ટેસ્ટ દરમિયાન જ પોતાનું નામ પાછું ખેંચ્યું હતું. જસપ્રિત બુમરાહે વ્યક્તિગત કારણોસર બીસીસીઆઈ પાસેથી રજાની માંગ કરી હતી, જે સ્વીકારી લેવામાં આવી હતી. પરંતુ થોડા દિવસો પછી ખબર પડી કે જસપ્રિત બુમરાહ લગ્ન કરવા જઇ રહ્યો છે.


(Photo : Sanjana Ganesan Instagram)