સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 20 મે 2022 (12:22 IST)

કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર હાર્દિક પટેલને જિજ્ઞેશ મેવાણીનો જવાબ, ગુજરાત કોંગ્રેસ વિરોધી બોલવું યોગ્ય નથી

jignesh mevani
કોંગ્રેસનાં તમામ પદ પરથી રાજીનામું આપીને હાર્દિક પટેલે ગુરુવારે કોંગ્રેસ સામે ભડાશ કાઢી હતી. જોકે હવે પછી કઈ પાર્ટીમાં જોડાશે એ અંગે તેણે કોઈ ફોડ પાડ્યો નથી. જ્યારે હવે વડગામના અપક્ષ ધારાસભ્ય અને કોંગ્રેસના નેતા જિજ્ઞેશ મેવાણીએ પત્રકાર પરિષદ યોજી છે. તેમણે હાર્દિક પટેલને લઈને કહ્યું હતું કે હાર્દિકે ગરિમામાં રહીને કોંગ્રેસને છોડવી જોઈતી હતી. તેમણે જે શબ્દો બોલ્યા છે એ યોગ્ય નથી.

તેમને પ્રેસ-કોન્ફરન્સમાં અંબાણી અને અદાણી કેમ યાદ આવ્યા?. તેમણે કહ્યું હતું કે હું કોંગ્રેસમાં છું અને લડવાનો છું. કોંગ્રેસ સાથે વૈચારિક મતભેદ હોઈ શકે છે, પણ એ પક્ષની અંગત વાત છે. રાજીનામું આપતી વેળાએ રાહુલજીને ચિકન સેન્ડવિચ આપવાની વાત ક્યાં આવી?આગામી 22મી મેના રોજ વાવ ખાતે સર્વ જ્ઞાતિ સંમેલન યોજીશું. જિજ્ઞેશ મેવાણીએ સરકારને સવાલ કર્યો હતો કે માત્ર પાટીદારો સામે જ કેમ કેસ પરત ખેંચાયા. ઉનામાં દલિતો સામેના કેસ હજી પરત નથી લેવાયા. પદ્માવતી ફિલ્મના વિરોધ વખતે થયેલા કેસ કેમ પરત નથી લેવાયા.કોંગ્રેસે હાર્દિકને ઘણું આપ્યું છે, હાર્દિક સીધા જ રાષ્ટ્રીય નેતૃત્વના સંપર્કમાં રહેતા હતાં, ચૂંટણીઓમાં સ્ટાર પ્રચારક બનાવ્યા હતાં, પ્રચાર માટે હેલિકોપ્ટર-ચોપર આપ્યા હતાં. જે લોકોએ હાર્દિકને પ્રેમ આપ્યો તે લોકોને હાર્દિક હવે ગાળો બોલી રહ્યો છે.
jignesh mevani

હાર્દિક પર 32 કેસ છે એટલે બની શકે કે તેમના પર દબાણ હોઈ શકે એટલે રાજીનામું આપ્યું છે.તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસના રાષ્ટ્રીય નેતૃત્વએ ગુજરાતના પ્રશ્નો અંગે મારી સાથે ચર્ચા કરી છે. અસામમાં ફરિયાદ મામલે મારી માટે અડધી રાતે રાહુલ ગાંધી ઉઠ્યા છે. વિચારધારા એ વસ્ત્ર નથી, એ રગોમાં હોવી જોઈએ. અમે ઝુકવાના નથી, એકાદ મિત્રો છોડી જાય એ યોગ્ય નથી. ગુજરાત કોંગ્રેસ વિરોધી છે એ બોલવું યોગ્ય નથી. હાર્દિકે બિલો ઘ બેલ્ટ તરીકે રાજીનામું આપ્યું છે.કોંગ્રેસનો પંજો એસ.સી, એસ.ટી, માઈનોરીટી, ઓબીસી સાથે છે.કોંગ્રેસના શાસનથી અત્યાર સુધી આભડછેટની સમસ્યા દૂર નથી થઈ, એ દુર્ભાગ્યપૂર્ણ બાબત છે, એ કોંગ્રેસના મંચ પરથી કહું છું.