શુક્રવાર, 24 માર્ચ 2023
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified બુધવાર, 21 ઑગસ્ટ 2019 (17:58 IST)

હેંમત ચૌહાણના વાયરલ વીડિયો બાદ ભાજપના કાર્યક્રમમાં જીતુ વાઘાણીની ગેરહાજરી

ભાજપના સદસ્યતા અભિયાન હેઠળ અનેક કલાકારો ભાજપમાં જોડાઇ રહ્યાં છે. ત્યારે ગુજરાતના લોકપ્રિય ગાયક હેમંત ચૌહાણના ભાજપમાં જોયાના 24 કલાક બાદ ચોંકાવનારો વીડિયો સામે આવ્યા બાદ ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની કાર્યક્રમમાં ગેરહાજરી જોવા મળી હતી.
 
19 ઓગસ્ટના રોજ હેમંત ચૌહાણ સહિત અનેક કલાકારો ભાજપમાં જોડાયા હતા ત્યારે ભાજપમાં જોડાયાના 24 કલાક બાદ ગાયક હેમંત ચૌહાણનો એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં તેઓ બોલી રહ્યાં છે કે, હું ભાજપમાં જોડાયો નથી. હું તો તમામ કલાકારોને અભિનંદન આપવા ત્યાં ગયો હતો. જો કે, આજે કમલમ ખાતે યોજાયેલા ભાજપના કાર્યક્રમમાં પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી હાજર રહેવાના હતા. પરંતુ ગાયક હેમંત ચૌહાણનો વીડિયો વાયરલ થતા તેઓની કાર્યક્રમમાં અને પ્રેસ કોનફરન્સમાં ગેરહાજરી જોવા મળી રહી હતી. ત્યારે આ કાર્યક્રમમાં ભાજપના પ્રવક્તા ભરત પંડ્યા અને મહામંત્રી કે.સી પટેલ હાજર રહ્યાં હતા.