1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : ગુરુવાર, 23 માર્ચ 2023 (11:55 IST)

સુરત સેશન્સ કોર્ટે રાહુલ ગાંધીને દોષિત જાહેર કર્યા, 2 વર્ષની સજા અને 15 હજારનો દંડ

માનહાનિ કેસમાં રાહુલ ગાંધી દોષિત 
મોદી અટક પર આપ્યું હતું વિવાદસ્પદ નિવેદન
 
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીએ 'મોદી અટક' અંગે કરેલી ટિપ્પણીના કેસમાં સુરત સેશન્સ કોર્ટે દોષિત જાહેર કર્યા છે. માનહાનિના કેસમાં રાહુલ ગાંધીને દોષિત જાહેર કરાયા છે. મહત્વનું છે કે, વર્ષ 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન રાહુલ ગાંધીએ કર્ણાટકમાં તેમના ભાષણમાં કહ્યું હતું કે, 'બધા ચોરની અટક મોદી કેમ હોય છે?'

ભાજપના ધારાસભ્યે કેસ દાખલ કર્યો હતો
 
ભાજપના ધારાસભ્ય અને ગુજરાતના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. તેમનો આરોપ હતો કે રાહુલે પોતાની ટિપ્પણીથી સમગ્ર મોદી સમુદાયની ગરિમાને ઠેસ પહોંચાડી છે. વાયનાડના લોકસભા સભ્ય રાહુલ ગાંધીએ 2019ની સામાન્ય ચૂંટણીઓ પહેલા કર્ણાટકના કોલારમાં યોજાયેલી જાહેર સભામાં આ બાબતને લગતી ટિપ્પણીઓ કરી હતી.
 
શું છે મામલો?
 
વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ કર્ણાટકના કોલારમાં એક રેલીમાં કહ્યું હતું કે બધા ચોરોની અટક મોદી કેમ હોય છે? આ પ્રકારનું નિવેદન કરતાં મોદી અટક ધરાવતાં લોકોમાં રોષ વ્યાપ્યો હતો.