શનિવાર, 20 એપ્રિલ 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : ગુરુવાર, 23 માર્ચ 2023 (11:19 IST)

Modi Surname Verdict "બધા ચોરોના સરનેમ મોદી કેમ" સુરત: માનહાની કેસમાં રાહુલ ગાંધી દોષિત

Modi Surname Verdict - મોદી સરનેમ બદનક્ષી કેસમાં સુરત કોર્ટ આજે ચુકાદો સંભળાવશે. જેના કારણે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે સુરત પહોંચશે અને ચુકાદાની જાહેરાત સમયે કોર્ટમાં હાજર રહેશે. ગયા શુક્રવારે કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ ચુકાદો સંભળાવવાની તારીખ 23 માર્ચ નક્કી કરી હતી.
 
રાહુલ ગાંધીએ ચૂંટણી વખતે મોદી અટક બાબતે ટીપ્પણી કરી હતી. આ ટીપ્પણીને લઇને તેમની સામે બદનક્ષીનો કેસ સુરતના ધારાસભ્ય અને રાજ્યના મંત્રી પૂર્ણેશ મોદીએ કર્યો હતો.
 
શું છે કેસ?
લોકસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ ચૂંટણી પ્રચાર દરમિયાન નરેન્દ્ર મોદી ઉપર નિશાન તાકતા તેમણે દેશના કૌભાંડોની વાત જાહેર મંચ ઉપરથી કરી હતી. તે સમય દરમિયાન જે અલગ-અલગ કૌભાંડો બહાર આવ્યા હતા તેમાં નીરવ મોદી અને લલિત મોદીનું નામ પણ બહાર આવ્યું હતું. રાહુલ ગાંધીએ જાહેર મંચ પરથી કહ્યું કે આ તમામ કૌભાંડીઓ અને ચોરોના નામ પાછળ ની અટક મોદી જ કેમ હોય છે. તમામ મોદી ચોર હોય છે. એ પ્રકારનું નિવેદન કરતાં તે જ ઘરના મોદી અટક ધરાવતા સમાજમાં રોષ વ્યાપ્યો હતો. સુરત વિધાનસભા વિધાનસભા ના ધારાસભ્ય પોલીસ મોદી દ્વારા રાહુલ ગાંધી સામે માનહાનિનો કેસ સુરત કોર્ટમાં દાખલ કર્યો હતો.