1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : ગુરુવાર, 3 જૂન 2021 (19:12 IST)

SDG India Index 2020-21માં કેરલે એકવાર ફરી મારી બાજી, બિહાર સૌથી નીચલા પગથિયે

નીતિ આયોગ દ્વારા એસડીજી ઈંડિયા ઈંડેક્સ 2020-21માં કેરલ ટૉપ પોજિશન પર કાયમ છે, જ્યારે કે બિહાર ઈંડેક્સમાં સૌથી નીચલા પગથિયે છે.  સસ્ટેનેબલ ડેવલોપમેંટ ગોલ્સ (SDGs)નો આ ઈંડેક્સ ગુરૂવારે 3 જૂનના રોજ નીતિ આયોગે રજુ કર્યો. જેના હેઠળ રાજ્યો અને યૂનિયન ટેરીટરીજનુ સામાજિક, આર્થિક અને પર્યાવરણીય પૈરામીટર્સ પર પ્રગતિનુ મૂલ્યાંકન કરવામાં આવે છે. 
 
આ ઈંડેક્સમાં કેરલને 75 અંકો સાથે ટૉપ પોઝિશન પર છે.  કેરલ પછી હિમાચલ પ્રદેશ અને તમિલનાડુને 74 અંકો સાથે યાદીમાં બીજા સ્થાન પર મુકવામાં આવ્યુ છે. બિહાર, ઝારખંડ અને અસમ આ વર્ષે ઈંડેક્સમાં સૌથી ખરાબ પ્રદર્શન કરનારાઓમાં સામેલ રહ્યા. 
 
પહેલીવાર ડિસેમ્બર 2018માં થયો હતો લોંચ 
 
આ ઈંડેક્સનુ ત્રીજુ સંસ્કરણ બહાર પડતાં, એનઆઈટીઆઈ આયોગના વાઇસ ચેરમેન રાજીવ કુમારે કહ્યું કે એસડીજી ઇન્ડિયા ઇન્ડેક્સ અને ડેશબોર્ડ દ્વારા ભારતના એસડીજી પર નજર રાખવાના પ્રયત્નોની દુનિયાભરમાં પ્રશંસા થઈ રહી છે.
 
ઈન્ડેક્સને સૌ પ્રથમ ડિસેમ્બર 2018 માં લોંચ કરવામાં આવ્યો હતો અને હવે તે દેશમાં એસડીજી પર થતી પ્રગતિને મોનીટર કરવા માટે મુખ્ય ટૂલ બની ગયુ છે. તેના રાજ્યો વચ્ચે વૈશ્વિક લક્ષ્યો પર રૈકિંગમાં આગળ આવવા માટે સ્વસ્થ પ્રતિસ્પર્ધા શરૂ કરી દીધી છે. આ ઈંડેક્સને દેશમાં યૂનાઈટેડ નેશંસના સહયોગથી ડેવલોપ કરવામાં આવ્યો હતો. 
 
દુનિયા ભરના નેતાઓની મહત્વાકાંક્ષી પ્રતિબદ્ધતા 
 
આ હેઠળ પહેલા ઈંડેક્સમાં 13 ગોલ્સ, 39 ટારગેટ્સ અને 62 ઈંડેકેટર્સ કવર કરવામાં આવ્યા હતા. જ્યારે કે બીજા ઈંડેક્સમાં 17 ગોલ્સ, 54 ટારગેટ્સ અને 100 ઈંડિકેટર્સને કવર કરવામાં આવ્યા હતા.  આ વર્ષે ચાલુ 2021-21ના ઈંડેક્સમાં 17 ગોલ્સ, 70 ટારગેટ્સ અને 115 ઈંડિકેટર્સને કવર કરવામાં આવ્યા છે.  એસઈજીના હેઠળ 2030 સુધી 17 ગોલ્સ અને 169 સંબંધિત ટારગેટ્સ કરવાના છે.  એસડીજી દુનિયાભરના નેતઓની મહત્વાકાંક્ષી પ્રતિબદ્ધતા છે.જેના હેઠળ સમાજની શ્રેષ્ઠતાવાળી આર્થિક, પર્યાવરણીય અને સામાજીક એસ્પેક્ટ્સને આગળ વધારવાનુ છે