ખેડામાં યુવતી લવ જેહાદનો શિકાર બની, લોકોની જલદ કાર્યક્રમો યોજવાની ચીમકી

રીઝનલ ડેસ્ક| Last Modified ગુરુવાર, 29 ઑગસ્ટ 2019 (12:30 IST)

ખેડા નગરમાં રહેતી 24 વર્ષીય યુવતીને નગરનો લઘુમતી સમાજનો યુવક ભગાડી જતા સ્થાનિક લોકોમાં રોષ ફેલાયો છે. સમગ્ર પ્રકરણમાં પોલીસના ઢીલા વલણ સામે બુધવારે હિન્દુ જાગરણ મંચે વિશાળ રેલી યોજી જો યુવતીને 24 કલાકમાં હાજર નહીં કરાયતો જલદ કાર્યક્રમો યોજવાની ચીમકી ઉચ્ચારી હતી.

યુવકનો પરિવાર ખેડામાં ગેરેજ ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. ખેડા નગર
ઉપરાંત આણંદ જિલ્લામાં પણ અગાઉ આ પ્રકારના અનેક કિસ્સા નોંધાયા હોવાથી લોકોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે.ખેડા નગમાં રહેતા એક પરિવારની 24 વર્ષીય દીકરી સાથે નગરમાં રહેતા એક લઘુમતી કોમના યુવકે મિત્રતા કેળવી હતી.

આ યુવક યુવતીના ઘર પાસેથી જ બાઇક લઇને આવતો-જતો હોવાથી તેણે યુવતીને ફોસલાવાનું શરૂ કર્યું હતું. રખડપટ્ટી કરતો શોહેબ મોમીન યુવતીને પોતાની જાળમાં ફસાવવા માટે વસ્તુઓ લાવી આપતો હતો. યુવતી સંપૂર્ણપણે જાળમાં ફસાઇ ગયા બાદ બુધવારે શોહેબ પ્લાન મુજબ યુવતીને ભગાડી ગયો હતો. જે મામલે પરિવારજનો દ્વારા ખેડા ટાઉન પોલીસ મથકે અરજી આપવામાં આવતાં પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.
જોકે કેટલાક લોકોએ આ કૃત્ય આચરવા માટે શોહેબને આર્થિક મદદ કરવામાં અને યુવતીને ભગાડી જવામાં મદદ કરી હોવાનો લોકોએ આક્ષેપ કર્યો હતો. ખેડા નગરમાં બુધવારે હિન્દુ જાગરણ મંચ દ્વારા રેલી કાઢીને પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપીને રજૂઆત કરવાની સાથે સાથે 24 કલાકમાં દીકરીને હાજર કરવાનું અલ્ટીમેટમ આપ્યું હતું. જો 24 કલાકમાં દીકરી પરત નહીં આવે તો જલદ કાર્યક્રમ આપવાની પણ તૈયારી દર્શાવવામાં આવી હતી.


આ પણ વાંચો :