શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 23 જુલાઈ 2019 (18:32 IST)

ચાર ચાર બંગડી...' ફેમ કિંજલ દવે ભાજપમાં જોડાઈ

જાણીતી લોક ગાયિકા અને 'ચાર ચાર બંગડી...' ફેમ કિંજલ દવે ભાજપમાં જોડાઈ છે. મળતી માહિતી પ્રમાણે ગાંધીનગર ખાતે આવેલા ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમમાં ગુજરાતી લાકગાયક કિંજલ દવે પહોંચ્યા હતા. જ્યાં ભાજપ પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યા અને પ્રદેશ પ્રમુખ જીતી વાઘાણીને મળી હતી. ત્યાર બાદ ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ તેમને કેસરિયો ખેસ પહેરાવી ભાજપમાં આવકારી હતી. આ ઉપરાંત જીતુ વાઘાણીએ કિંજલ દવેને અભિનંદન પણ પાઠવ્યા હતા. કિંજલ દવેનો જન્મ 24 નવેમ્બર 1999ના રોજ ઉત્તર ગુજરાતના પાટણના નાનકડા એવા ગામ જેસંગપરાના બ્રાહ્મણ પરિવારમાં થયો હતો.  કિંજલ દવે સમગ્ર ગુજરાતમાં ફેમસ થઈ ચૂકી છે. તેણી ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ મુંબઈ સહિતના વિસ્તારોમાં ગરબા, લગ્ન ગીત, લોકડાયરો, સંતવાણી સહિતના પ્રોગ્રામથી જાણીતી બની છે. તેણે પોતાના કંઠના તાલે ગુજરાતીઓને ઘેલા કર્યા છે અને દિવાના બનાવ્યા છે. ગુજરાતી સંસ્કૃતિ, લોકસાહિત્યને જીવંત રાખવાનો પ્રયાસ કરતા ગુજરાતી ગાયક કલાકારો પણ વિદેશમાં જાણીતા છે. પણ મોટા-મોટા કલાકારો વચ્ચે છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં કિંજલ દવે નામની યુવતી ધૂમ મચાવી રહી છે. કિંજલની પવન જોશી સાથે સગાઈ થઈ ચૂકી છે. તેમજ બન્ને ઘણીવાર વિવિધ ઈવેન્ટ્સમાં પણ સાથે જોવા મળે છે.