સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 10 માર્ચ 2021 (10:28 IST)

અમદાવાદના મેયર તરીકે કિરીટ પરમાર,ગીતા પટેલ ડેપ્યુટી મેયર, હિતેશ બારોટની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદે નિમણુંક કરાઈ

આજે અમદાવાદના નવા મેયર તરીકે કિરીટ પરમાર, ડેપ્યુટી મેયર તરીકે ગીતા પટેલ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે હિતેશ બારોટના નામની જાહેરાત કરવામાં આવી છે. અમદાવાદના 41માં મેયરની વરણી કરવામાં આવી છે.  અમદાવાદ શહેર પ્રમુખ જગદીશ પંચાલ, આઈ.કે.જાડેજા, પ્રદેશ સંગઠનના નેતાઓ અને નવનિયુક્ત કાઉન્સિલરો જનપ્રતિનિધિ બેઠકમાં જોડાયા હતા. બેઠકમાં જ મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનની જાહેરાત કરવામાં આવી હતી. સ્ટેન્ડિંગ કમિટીના 12 સભ્યોની પણ નિમણૂક થશે. AMTS કમિટી ચેરમેન અને કમિટીના સભ્યોની પણ બેઠકમાં જાહેરાત કરાશે. જનપ્રતિનિધિ બેઠક બાદ કોર્પોરેશનના અધિકારીઓ અને નવનિયુક્ત કાઉન્સિલરોની બેઠક મળશે. અમદાવાદના મેયર કિરીટ પરમાર ઠક્કરબાપાનગર વોર્ડના કાઉન્સિલર છે. જ્યારે ડેપ્યુટી મેયર ગીતાબેન પટેલ નારાયણપુરા વોર્ડના કાઉન્સિલર છે. તેમજ સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન હિતેશ બારોટ થલતેજના કાઉન્સિલર છે.  આ ઉપરાંત અમદાવાદ મનપામાં ભાજપના દંડક તરીકે અરૂણસિંહ રાજપૂતની વરણી કરવામાં આવી છે. અમદાવાદ કોર્પોરેશનમાં પક્ષના નેતા તરીકે ભાસ્કર ભટ્ટની વરણી કરવામાં આવી છે.