ગુજરાતના આ મીઠા ફળે રચ્યો ઇતિહાસ, દુનિયાભરની બજારમાં મળશે આદર, ખેડૂતો ખુશ-ખુશાલ
- કચ્છી ખારેકને સુકા મેવાનું બિરુદ
- કચ્છી સુકા મેવા તરીકે ઓળખ ધરાવતી ખારેકને જીઆઈ
- જીઆઈ-ટેગ મેળવનારી કચ્છની પ્રથમ ખેત પેદાશ
Kutch News: ગુજરાત રાજ્યમાં પહેલા ગીરની કેસર કેરી, ભાલીયા ઘઉંના બીજ, અને હવે કચ્છની દેશી ખારેક જીઆઇ ટેગ- જીઓગ્રાફીકલ ઇન્ડિકેશન મેળવનાર રાજ્યની ત્રીજી કૃષિ પેદાશ બની છે તેમ કૃષિ મંત્રી રાઘવજી પટેલે ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું.
દેશી ખારેકને જીઆઇ-ટેગ
જેમાં ખારેક, કેરી, દાડમ, ડ્રેગન ફ્રુટ, પપૈયા, જામફળ મુખ્ય છે. તેમણે કહ્યું હતું કે કચ્છમાં 19,251 હે. વિસ્તારમાં 1,82,884 મે. ટનનાં ઉત્પાદન સાથે મુંદ્રા, માંડવી, ભુજ અને અંજાર તાલુકાઓ ખારેકની ખેતીમાં અગ્રણી તાલુકાઓ છે, કચ્છી ખારેક સુકા મેવાનું સન્માન થયુ છે. આખા દેશમાં સૌ પ્રથમ કચ્છની ધરતી 425 વર્ષ પહેલા ખારેકની ખેતીની શરુઆત થયેલ તે દેશી ખારેકને જીઆઇ-ટેગ જીઓગ્રાફીકલ ઇન્ડિકેશનની માન્યતા મળી છે.