બુધવાર, 4 ઑક્ટોબર 2023
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 16 માર્ચ 2023 (13:15 IST)

સરકારી ભરતીઓમાં લાખો ઉમેદવારો પણ સરકારી ચોપડે માત્ર 2.83 લાખ બેરોજગાર નોંધાયા

vidhansabha
સરકારે 4 લાખ 70 હજાર 444 લોકોને ખાનગી રોજગારી આપવામાં સહાય કરી
સરકારી નોકરીના આંકડાઓ રોજગાર કચેરી પાસે ના હોવાનો સરકારે લેખિતમાં જવાબ આપ્યો
 
દેશમાં બેરોજગારીને લઈને રાજકારણમાં ગરમાવો છે. શાશક અને વિપક્ષ વચ્ચે બેરોજગારીને લઈને આક્ષેપો થઈ રહ્યાં છે. ત્યારે ગુજરાતમાં સરકારી ચોપડે નોંધાયેલા બેરોજગારીના આંકડા સામે આવ્યાં છે. વિધાનસભામાં સરકારે બેરોજગારોના આંકડાની વિગતો જાહેર કરી છે. ગુજરાતમાં સરકારી ચોપડે કુલ 2 લાખ 83 હજાર 140 બેરોજગરો નોંધાયેલા છે. જ્યારે  2 લાખ 70 હજાર 922 શિક્ષિત બેરોજગારો નોંધાયેલા છે. 
 
સરકારી નોકરીના આંકડાઓ રોજગાર કચેરી પાસે નથી
કોંગ્રેસના ધારાસભ્યોના સવાલના જવાબમાં સરકારે લેખિતમાં જવાબ આપતાં જણાવ્યું હતું કે, રાજ્યમાં 12218 અર્ધશિક્ષિત બેરોજગારો નોંધાયેલા છે. જ્યારે સરકારે 4 લાખ 70 હજાર 444 લોકોને ખાનગી રોજગારી આપવામાં સહાય કરી છે. સરકારી નોકરીના આંકડાઓ રોજગાર કચેરી પાસે ના હોવાનો સરકારે લેખિતમાં જવાબ આપ્યો છે. 
 
સરકારે હસ્તકલા કારીગરો માટે 15 મેળા યોજ્યા
બીજી તરફ સુરત પૂર્વના ધારાસભ્ય અરવિંદ રાણાના સવાલના જવાબમાં સરકારે કહ્યું હતું કે,  હાથશાળ અને હસ્તકલા માટે ઇન્ડેક્સ સી કચેરી દ્વારા મેળાનું આયોજન કરવામાં આવે છે. રાજ્ય બહાર સરકારે હસ્તકલા કારીગરો માટે 15 મેળા યોજ્યા છે. રાજય બહાર 2021માં યોજાયેલા  9 મેળામાં 737  હસ્તકલાકારોએ મેળામાં ભાગ લીધો છે.2022 યોજાયેલા  6 મેળામાં 494  હસ્તકલાકારોએ રાજય બહાર મેળામાં ભાગ લીધો છે. રાજય બહાર યોજાયેલા મેળામાં 1061.26 લાખનું વેચાણ હસ્તકારીગરો દ્વારા તૈયાર કરેલી સામગ્રીનું વેચાણ થયું છે. 
 
જૂનાગઢ જિલ્લામાં કુલ 10323 બેરોજગાર નોંધાયા
સરકાર જણાવ્યું કે જૂનાગઢ જિલ્લામાં કુલ 10323 બેરોજગાર નોંધાયા છે. જેમાં શિક્ષિત બેરોજગાર કુલ 9866 છે અને અર્ધ શિક્ષિત 457 બેરોજગાર જોવા મળ્યા છે.જ્યારે પોરબંદરમાં કુલ 4644 બેરોજગાર નોંધાયા છે. જેમાં શિક્ષિત 4469 બેરોજગાર અને અર્ધ શિક્ષિત કુલ 175 બેરોજગાર જોવા મળ્યા છે.જો કે છેલ્લા બે વર્ષમાં જૂનાગઢ જિલ્લામાં કુલ 10323 માંથી 4573 લોકોને રોજગારી આપવામાં આવી છે. જ્યારે પોરબંદર જિલ્લામાં 4644 માંથી 4053 બેરોજગાર ને રોજગારી આપવામાં આવી છે. જેમાં છેલ્લા બે વર્ષમાં રોજગાર વિનિયમ કચેરી હેઠળ ખાનગી રોજગારી મળી છે જેની અદર જૂનાગઢ માં 4573 અને પોરબંદર માં 4051 બેરોજગાર ને રોજગારી આપી છે.