રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 19 નવેમ્બર 2021 (15:32 IST)

અદાણી પોર્ટ પર કસ્ટમ-DRIનું મોટું ઓપરેશન

કચ્છઃ મુન્દ્રા અદાણી પોર્ટ પર પાકિસ્તાનના 7 કન્ટેનર રોકવામાં આવ્યા છે. મુન્દ્રા કસ્ટમ તેમજ DRI દ્વારા જહાજ રોકવામાં આવ્યું છે. પાકિસ્તાનથી શંકાસ્પદ કન્ટેનર નીકળ્યા હતા. પાકિસ્તાન દ્વારા કન્ટેનર ચીન  મોકલાઇ રહ્યા હતા. પાકિસ્તાનની નાપાક હરકત સામે આવી છે. પરમાણું હથિયાર બનાવવાનો કાચો જથ્થો હોવાની શક્યતા છે. 
 
જૉઇન્ટ કસ્ટમ્સ અને ડીઆરઆઇ ટીમે 18 નવેમ્બર 2021ના રોજ મુદ્રા પોર્ટ પરથી કેટલાક કન્ટેઇનર્સ પકડ્યા છે. આ સીઝ કરાયેલા કન્ટેઇનર્સમાં જોખમી અને અનક્લિયર્ડ માલ હતો, જ્યારે આ કાર્ગો બિન જોખમી વસ્તુઓના માલમાં લિસ્ટેડ થયેલો હતો. આ સીલ કરાયેલા કન્ટેઇનર્સ ક્લાસ 7માં જોખમી રીતે નોંધાયેલા હતા.આ કાર્ગો કન્ટેઇનર્સ પાકિસ્તાનના કરાંચીથી ચીનના શાંધાઇના રૂટના હતા પરંતુ પરંતુ અહીં આવ્યા, આ કાર્ગો મુદ્રા પોર્ટ કે ભારતના કોઇ પોર્ટ પરના ન હતા. સરકારી ઓથોરિટીએ આ કાર્ગોને ભારતમાં મુદ્રા પોર્ટ પર વધારાની તપાસ માટે ઉતાર્યા. આ ઓપરેશનમાં સામેલ કસ્ટમ્સ, ડીઆરઆઇ અને તમામ આસિસ્ટન્ટને APSEZએ આભાર માન્યો હતો.