શુક્રવાર, 8 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સુરતઃ , શુક્રવાર, 15 સપ્ટેમ્બર 2023 (12:33 IST)

Surat Accident - સુરતમાં માંગરોળના કિમ પાસે મોડી રાત્રે અકસ્માતઃ એક સાથે 10 વાહનો અથડાયા

surat accident
surat accident
સુરતના માંગરોળમાં મોડી રાત્રે એક સાથે 10 વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને કારણે નેશનલ હાઈવે 48 પર ભારે ટ્રાફિક જામ થતાં વાહનચાલકોને મોટી તકલીફોનો સામનો કરવો પડ્યો હતો.પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ટ્રાફિકને હળવો કરવા કાર્યવાહી હાથ ધરી હતી. કેટલાક વાહન ચાલકોને નાનીમોટી ઈજાઓ થઈ હોવાનું જાણવા મળ્યું છે. તેમજ એકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હોવાનું જાણવા મળ્યું છે.

સુરત જિલ્લામાં કિમ ચાર રસ્તા પાસે ગત મોડી રાત્રે વધુ એક અકસ્માત સર્જાયો હતો.એક લક્ઝરી બસના ચાલકે અચાનક બ્રેક મારી દેતા પાછળ આવી રહેલાં વાહનો એકબીજાની પાછળ ઘૂસી ગયા હતા.અકસ્માતને પગલે હાઇવે પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો.અકસ્માત થયાની જાણ કોસંબા પોલીસને થતા પોલીસનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો. અકસ્માતમાં અનેક વાહનચાલકોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. અન્ય કોઈ મોટી જાનહાનિ નહીં થતાં પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો.