ગુરુવાર, 29 ફેબ્રુઆરી 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 27 ઑગસ્ટ 2023 (14:08 IST)

68 કલાક મોત સામે ઝઝૂમી દમ તોડ્યો - સુરત કાર અકસ્માતમાં 8 મહિનાની બાળકીએ પણ અંતિમ શ્વાસ લીધા

68 કલાક મોત સામે ઝઝૂમી દમ તોડ્યો - સુરતમાં ગત 23 ઓગસ્ટની રાતે 11.30 વાગ્યે ખજોદ ડાયમંડ બુર્સ નજીક એક કાર ડમ્પરની પાછળ ઘૂસી જતાં અકસ્માત સર્જાયો હતો.

કાર સવાર, તેની પત્ની, એક બાળકી અને તેના મિત્ર સહિત ચાર જણાને ગંભીર ઇજા થઇ હતી. જેમાં ઘટનાસ્થળે મહિલાનું મોત નીપજ્યું હતું. ત્યારબાદ મહિલાનાં પતિના મિત્રની મોત થયું હતું. 
 
હાલ ગંભીર હાલતમાં સારવાર લઈ રહેલી બાળકીએ પણ 68 કલાક મોત સામે લડત આપ્યા બાદ અંતિમ શ્વાસ લીધા હતા. ઇજાગ્રસ્ત અમિત સેવલાનીની હાલ સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. લગ્નને 2 વર્ષ જ થયા અને એક અકસ્માતમાં પત્ની અને 8 મહિનાની દીકરી બંનેને ગુમાવી. અમિત ઓલા કાર કંપનીમાં ડ્રાઇવર છે.