શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 12 ઑક્ટોબર 2019 (14:54 IST)

કચ્છના હરામીનાળામાંથી પાકિસ્તાનની 5 ફિશિંગ બોટ મળી, ઘૂસણખોરો ફરાર

હરામીનાળામાં બીએસએફનાં સર્ચ ઓપરેશનમાં 5 બિનવારસી પાક ફિશીંગ બોટ ઝડપાઇ છે. જે બાદ બીએસએફે બોટમાં સવાર ઘૂસણખોરોને પકડવા માટે કોમ્બિંગ શરૂ કર્યું છે. થોડા દિવસ પહેલા પણ કચ્છનાં સિરક્રીક વિસ્તારમાંથી બે પાકિસ્તાની બોટ ઝડપાઇ છે. બંન્ને બોટ બિનવારસી હાલતમાં મળી આવી છે.આ મામલે મળતી માહિતી પ્રમાણે કચ્છ જિલ્લા નજીક ભારત પાક સરહદની બાજુમાં હરામી નાળાની ખાડીમાંથી બીએસએફનાં પેટ્રોલિંગ દરમિયાન પાંચ પાકિસ્તાની ફિશિંગ બોટ ઝડપાઇ છે. પરંતુ બોટમાં કોઇ હતું નહીં.
આમા માત્ર તેમનો સામાન હતો. બોટ સવારોએ ભાગવામાં સફળતા મેળવી લીધી છે. જોકે, તેમને શોધવા માટે સઘન સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે.

ઓગસ્ટ મહિનામાં બીએસએફને કચ્છ જિલ્લા નજીક ભારત-પાક સરહદની બાજુમાં હરામી નાળાની ખાડીમાંથી બે પાકિસ્તાની ફિશિંગ બોટ મળી આવતી હતી. સિંગલ એન્જિનવાળી બે પાકિસ્તાની બોટ બિનવારસુ હાલતમાં મળી આવતા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જોકે એ સમયે એ વિસ્તારમાંથી કોઇ શંકાસ્પદ વસ્તુ મળી આવી ન હતી. કચ્છની સંવેદનશીલ જળસીમાની સામેપાર પાકિસ્તાને 4 સબમરીન તૈનાત કરવાની કવાયત હાથ ધરતાં ભારતીય સુરક્ષાદળો પણ આ કારણે ઘણાં જ સતર્ક બની ગયા છે. પાકની આ કવાયત પર ભારતીય સુરક્ષા એજન્સીઓ ચાંપતી નજર રાખી રહ્યા છે.