શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 7 ડિસેમ્બર 2019 (13:34 IST)

સુરતમાં બિન સચિવાલય પરીક્ષા રદ્દ કરવાની માંગ સાથે NSUIએ કોલેજ બંધ કરાવી

બિનસચિવાલય પરીક્ષા રદ કરવાની માંગ સાથે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ દ્વારા કોલેજ બંધનું એલાન આપવામાં આવ્યું છે. સ્કૂલ કોલેજમાં શૈક્ષણિક કાર્ય ચાલુ હોવાથી એનએસયુઆઈના કાર્યકરો દ્વારા વહેલી સવારથી કોલેજ બંધ કરાવવા જહેમત હાથ ધરવામાં આવી હતી. બિનસચિવાલય પરીક્ષાનો મુદ્દો રાજકીય રંગ પકડી રહ્યો હોય તેમ કોંગ્રેસ દ્વારા આજે ગુજરાતમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવાની જાહેરાત કરી હતી.

આ જાહેરાતનો સ્કૂલોમાં તો ફિયાસ્કો થયો પરંતુ એનએસયુઆઈ દ્વારા કોલેજો બંધ કરાવવા માટે જેહમત ઉપાડવી પડી હતી. શહેરમાં સુમુલ ડેરી રોડ પર આવેલી એસવી પટેલ, નવયુગ, બરફીવાળા કોલેજ બંધ કરાવવામાં એનએસયુઆઈને સફળતા મળી હતી. સાથે જ એનએસયુઆઈ કાર્યકરો દ્વારા ભટાર સ્થિત ઉત્તર ગુજરાત કોલેજ બંધ કરાવવા માટે ચાલુ કલાસમાં ઘુસી જઈને વિદ્યાર્થીઓને એનએસયુઆઈના કાર્યકરો દ્વારા સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.