શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 20 ડિસેમ્બર 2019 (10:31 IST)

નાના-લઘુ-મધ્યમ ઊદ્યોગકારોને રાહત આપતો નિર્ણય, ચાર વર્ષ માટે વીજ દરમાં પ્રતિ યુનિટ રૂ. ૧નું રિએમ્બર્સમેન્ટ અપાશે

રાજ્યના નાના-મધ્યમ-લઘુ માંદા ઊદ્યોગ-એકમોને પૂન:જીવીત કરવાના ઉદ્દેશ્યથી વીજ દરમાં રિએમ્બર્સમેન્ટ આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સમક્ષ ગુજરાત અને કચ્છ ચેમ્બર્સ ઓફ કોમર્સે માંદા એકમોને પૂન:જીવીત કરવાના હેતુસર રાજ્ય સરકારે આપેલી રાહતોમાં ખાસ કરીને વીજ દરમાં પ્રતિ યુનિટ રીએમ્બર્સમેન્ટ રૂપે રાહત આપવા અવારનવાર રજુઆતો કરી હતી.

વિજય રૂપાણીએ આ રજુઆતોનો સંવેદનાસ્પર્શી પ્રતિસાદ આપીને તેમજ આવા માંદા એકમો ઝડપથી પૂન:જીવીત થાય તો હજારો કામદારોની રોજીરોટી જળવાઇ રહે તે હેતુસર આવા માંદા એકમોને વીજ દરમાં પ્રતિ યુનિટ રૂ. ૧ નું રિએમ્બર્સમેન્ટ આપવાનો નિર્ણય કર્યો છે. આ રિએમ્બર્સમેન્ટ ચાર વર્ષના સમયગાળા માટે અપાશે તેમજ આના પરિણામે રાજ્ય સરકાર દર વર્ષે અંદાજે સરેરાશ રૂ. ૩૦ કરોડનો આર્થિક બોજ વહન કરશે.

મુખ્યમંત્રીએ રાજ્યમાં ઊદ્યોગો-વેપાર દ્વારા મહત્તમ રોજગારી મળે તેવા ઉદાત્ત અભિગમથી MSME એકમો માટે અનેક પ્રોત્સાહનો, સબસિડી જાહેર કરેલા છે. હવે તેમણે માંદા-SICK એકમોને પણ ઝડપથી પૂન:જીવીત થવા પ્રતિ યુનિટ રૂ. ૧ પ્રમાણે વીજ રીએમ્બર્સમેન્ટ આપવાનો અભિગમ અપનાવ્યો છે.