રવિવાર, 12 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : સોમવાર, 23 ડિસેમ્બર 2019 (12:41 IST)

અમદાવાદમાં પોલીસનો લાઠીચાર્જ,મુસ્લિમ વિસ્તારોમાં બંધની ભારે અસર

અમદાવાદથી સ્થાનિક પત્રકાર ભાર્ગવ પરીખ જણાવે છે કે શહેરના દરિયાપુર, જમાલપુર, શાહઆલમ, દાણીલીમડા, લાલ દરવાજા જેવા મુસ્લિમ વિસ્તારોમાં દુકાનો બંધ છે અને બંધની ભારે અસર જોવા મળી રહી છે. અમદાવાદમાં કાયદાનો વિરોધ કરનારાઓ પર પોલીસે લાઠીચાર્જ કર્યો હોવાનો પણ અહેવાલ છે. 


નાગરિકતા સંશોધન કાયદાને લઈને સમગ્ર દેશમાં ઉગ્ર પ્રદર્શન થઈ રહ્યું છે, ત્યારે સિટીઝનસીપ બિલને લઈને 19 ડિસેમ્બરના રોજ અમદાવાદ બંધનું એલાન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત વડોદરા સહિતના શહેરોમાં પણ બંધનું એલાન આપવામાં આવ્યું છે. બંધના પગલે પોલીસ વિભાગ પણ સતર્ક થઇ ગઇ છે અને પોલીસ અધિકારીઓને સ્ટેન્ડ બાયના આદેશ આપવામાં આવ્યા છે. અમદાવાદ શહેરમાં બંધને મિશ્ર પ્રતિસાદ સાંપડ્યો છે. શહેરના પૂર્વ વિસ્તારમાં બંધની નજીવી અસર જોવા મળી રહી છે, જ્યારે પશ્ચિમ વિસ્તારમાં બંધની અસર નહિવત છે. અમદાવાદ શહેરના જૂહાપુરા અને સરખેજ વિસ્તારોમાં બંધની અસર જોવા મળી રહી છે.

આ ઉપરાંત લાલદરવાજા ખાતે આવેલી સીયુ શાહ કોલેજ બહાર વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શનને પગલે આસપાસના વેપારીઓને પોતાના ધંધા-રોજગારને બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. નાગરિકતા બિલના વિરોધમાં શહેરના પ્રખ્યાત ઢાલગરવાડ કાપડ બજાર બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ માટેની બેનરો પણ લગાવવામાં આવ્યા છે. જેમાં જણાવાયું છે કે, ઢાલગરવાડ કાપડ મહાજન દ્વારા નાગરિક્તા કાયદાના વિરૂદ્ધમાં કાપડ બજાર બંધ રહેશે. જ્યારે શાહપુર, જમાલપુર અને રાયખડ જેવા તમામ લઘુમતી વિસ્તારોમાં રહેલા વેપારીઓએ પોતાના ધંધા રોજગારોને બંધ રાખીને સમર્થન કર્યું છે.

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ગુજરાત સરકારને પણ એલર્ટ કરતા રાજ્યના ગૃહ વિભાગે ઉચ્ચ કક્ષાની બેઠક યોજી પોલીસતંત્રને એલર્ટ કરી દીધુ છે. એક સ્વૈચ્છિક સંગઠન દ્વારા ચાર દિવસ પહેલાં 19 ડિસેમ્બર એટલે કે આજના દિવસે અમદાવાદ બંધનું એલાન આપવામાં આવ્યું છે.

પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ કહ્યું હતું કે, બંધ દરમિયાન જો કોઈપણ પ્રકારની બળજબરી કરવામાં આવશે તો તેવા તમામ લોકોની ધરપકડ કરાશે. બુધવારે આવા 11 જેટલા અસામાજિક તત્ત્વોને પાસા હેઠળ ધરપકડ કરાઈ હતી. તમામ પોલીસ અધિકારીઓની રજા રદ કરાઈ છે. કુલ 20 જેટલી SRPની ટુકડીઓ સંવેદનશીલ વિસ્તારોમાં તહેનાત કરાઈ છે અને તમામ પોલીસને લાકડી, હેલમેટ, સહિત વિવિધ સામગ્રી સાથે સ્ટેન્ડ ટુ રહેવાના આદેશ આપવામાં આવ્યા છે. દરેક સિનિયર અધિકારી પણ પેટ્રોલિંગ કરશે. ગુરુવારે બંધ દરમિયાનની પરિસ્થિતિને ધ્યાને લીધા પછી શુક્રવારે યોજાનારી રેલીને મંજૂરી આપવી કે નહીં તેનો નિર્ણય પછીથી લેવાશે તેવું પણ સિનિયર પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.વધુમાં જણાવતાં  કહ્યું કે, 3 મુફ્તી, 4 મૌલાના સહિત 15ના નામે આજે અમદાવાદ બંધનું એલાન, અસમાજિક તત્વો સામે બળપ્રયોગ કરતા ખચકાઇશું નહીં.

જણાવી દઇએ કે, અમદાવાદ શહેર પોલીસ દ્વારા રેલી અથવા પ્રદર્શન માટે મંજૂરી આપવામાં આવી નથી. નાગરિકોને કાયદાનું પાલન કરવા અને શહેરમાં શાંતિ જાળવવા વિનંતી છે. જો કોઇ બળજબરી પૂર્વક દુકાનો બંધ કરાવવા પ્રયત્ન કરશે તો સખત કાર્યવાહી કરવામાં આવશે. જો શહેરી વિસ્તારમાં ગેરકાયદેસર રેલી, પ્રદર્શન જોવા મળે અથવા કોઇ બળજબરી પૂર્વક દુકાનો બંધ કરાવવા પ્રયત્ન કરે, તો ફોનથી 100 નંબર ડાયલ કરીને જાણ કરો.

જયારે અમદાવાદ શહેરમાં કેટલાક સ્થળો પર બિલના વિરોધમાં દેખાવો કરવામાં આવ્યા છે અને ખાસ કરીને કોંગ્રેસ દ્વારા દેખાવો કરવામાં આવ્યો છે. દિલ્હીની ઘટના બાદ અમદાવાદમાં પણ વિધાર્થીઓએ દેખાવો કર્યો હતો જેથી સરકારે સ્પષ્ટ પણે જણાવ્યું  છે કે તોફાની તત્વો સામે જ કાર્યવાહી કરવામાં આવશે. જેના પગલે અમદાવાદના તમામ તોફાની તત્વો પર પોલીસ બાજ નજર રાખશે અને કોઈ મોટી ઘટના ન બને તેની તકેદારી પણ રાખશે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે, એનઆરસી બિલનો ગુજરાતમાં અમલ કરવામાં આવશે. બિલને લઇને કોંગ્રેસ લોકોને ગેરમાર્ગે દોરે છે. કોંગ્રેસ રાજકીય રોટલા શેકવાનો પ્રયાસ કરી રહી છે.
મળતી માહિતી અનુસાર, બિલને લઇ અમદાવાદ સહીત બરોડા, સુરત, જેવા શહેરોમાં પોલીસે ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો છે અને જે પોલીસ અધિકારીઓ રજા પર હતા તેઓને તાત્કાલિક હાજર રહેવા માટે સૂચના આપી દેવામાં આવી છે. SRPકંપનીઓએ સ્ટેન્ડ ટુ રહેવા આદેશ આપવા