શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 21 ડિસેમ્બર 2019 (15:44 IST)

પોલીસ અધિકારીઓને ધમકી આપનાર લેડી ડોન સોનુ ડાંગરની ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી

અમરેલી એસ.પી અને પી.એસ.આઈ.ને સોશિયલ મીડિયામાં ધમકી આપવાના કેસમાં અમરેલી ક્રાઇમ બ્રાન્ચે સોનુ ડાંગરની રાજસ્થાનથી ધરપકડ કરી છે. સોનુ ડાંગર સામે રાજકોટમાં ઘણા ગુના નોંધાયા છે. રાજકોટની કુખ્યાત લેડી ડોન સોનુ ડાંગરે આજે અમરેલીના એસપી નિર્લીપ્ત રાય તથા સાવરકુંડલા તાલુકા પીએસઆઇ અંગે બિભત્સ ઉચ્ચારણો સાથે ઉશ્કેરણીજનક વીડિયો ફરતો કરતા તેની સામે ગુનો નોંધાયો હતો. ત્યારબાદ પોલીસે તેની શોધખોળ હાથ ધરી હતી. રાજકોટની લેડી ડોન સોનુ ડાંગર રબારીકાના શીવરાજ ઉર્ફે મુન્ના વિંછીયા સહિત ચાર શખ્સોને થોડા દિવસ પહેલા અમદાવાદમાં નશો કરેલી હાલતમાં પોલીસે ઝડપી લીધા હતાં. સોનુ ડાંગર આ કેસમાં જામીન પર છુટી ગઇ હતી, પરંતુ શીવરાજ વિંછીયા સહિત બે શખ્સોનો અમરેલી પોલીસે હથિયારોના કેસમાં ધરપકડ કરીને રીમાન્ડ પર લીધા હતા. જેથી સોનુ ડાંગર ઉશ્કેરાઇ ગઇ હતી અને પોલીસ વડા નિર્લીપ્ત રાય તથા સાવરકુંડલા રૂરલ પીએસઆઇ ડોડીયાને ઉદેશી ધમકીભર્યો વીડિયો ફરતો કર્યો હતો. જેને પગલે અમરેલી ક્રાઇમ બ્રાન્ચે રાજસ્થાનથી સોનુ ડાંગરની ધરપકડ કરી છે