શુક્રવાર, 20 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 21 નવેમ્બર 2021 (13:05 IST)

ચલો સ્કૂલ ચાલે હમ" રાજ્ય સરકાનો મોટો નિર્ણય: શિક્ષણમંત્રીએ કરી જાહેરાત સોમવારથી ધોરણ 1 થી 5ના વર્ગો થશે શરૂ

ચલો સ્કૂલ ચાલે હમ"
રાજ્ય સરકાનો મોટો નિર્ણય: શિક્ષણમંત્રીએ કરી જાહેરાત 
સોમવારથી ધોરણ 1 થી 5ના વર્ગો થશે શરૂ
કોરોના બાદથી પ્રાથમિક શાળાઓ હતી બંધ 
 
રાજ્યમાં ધોરણ એકથી પાંચની શાળાઓ શરૂ કરવા મુદ્દે શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ સૌથી મોટું નિવેદન આપ્યું છે. સુરતથી પત્રકાર પરિષદ સંબોધી જીતુ વાઘાણીએ સૌથી મોટી જાહેરાત કરતા જણાવ્યું કે, ‘રાજ્યમાં આવતી કાલથી ધોરણ 1થી 5નાં ઓફલાઇન વર્ગો શરૂ કરાશે. જૂની ગાઇડલાઇન પ્રમાણે આવતી કાલથી નવા સત્રનો પ્રારંભ કરાશે.’ 
 
 
ગુજરાતમાં આવતી કાલથી ધોરણ 1થી પાંચની સ્કૂલો શરૂ થશે, તેવી જાહેરાત શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ કરી છે. ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી આજે પ્રેસ કૉન્ફરન્સ કરીને મોટી જાહેરાત કરી દીધી.મંત્રીએ પત્રકારોને સંબોધતા કહ્યું કે, આવતીકાલથી રાજ્યમાં એકથી પાંચ ધોરણનુ શિક્ષણ કાર્ય શરૂ થઇ જશે. જીતુ વાઘાણીએ આ પત્રકાર પરિષદ સુરતથી સંબોધી હતી. ઉલ્લેખનીય છે કે, કોરોનાકાળમા છેલ્લા બે વર્ષથી પ્રાથમિક શિક્ષણનુ કાર્ય સંપૂર્ણપણે ઠપ્પ થયુ છે, અને વિદ્યાર્થીઓ ઓનલાઇન શિક્ષણ મેળવી રહ્યાં હતા. હવે આવતીકાલથી રાજ્યની શાળાઓમાં એકથી પાંચવા વર્ગો ધમધમતા દેખાશે.