શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શુક્રવાર, 15 જૂન 2018 (13:52 IST)

ગુજરાતમાં દારુબંધી? મજાક ના કરો યાર! આ રહી સરકારને મોકલવામાં આવેલી ટોપ બુટલેગર્સની યાદી

ગુજરાતમાં દારૂની ખેપ દિવસે ને દિવસે વધતી જાય છે. દારૂના વેચાણ અને વધતી જતી દારૂની ખેપને અટકાવવા માટે પોલીસ પગલાં ભરી રહી છે કે નહી તે ચર્ચાનો મુદ્દો બની રહ્યો છે. ગુરૂવારે રાજ્યના ટોપ-25 બુટલેગર્સની યાદી સરકારને મોકલવામાં આવી, જેથી પોલીસ સતર્ક થઇ ગઇ છે. આ યાદીએ પોલીસ બેડામાં હાહાકાર મચાવી દીધો છે. સીઆઇડીના  અધિકારી આશીષ ભાટિયાએ ગુજરાત રેંજના દીપાંકર ત્રિવેદીને ટોપ-25 બુટલેગર્સની યાદી મોકલતાં તપાસના આદેશ આપ્યા છે. રાજ્યના તમામ પોલીસ કમિશ્નર, દરેક રેંજના આઇજી, રેલવેના તમામ એસપી જેવા ઉચ્ચ અધિકારીઓને બુટલેગર્સની યાદી આપતાં તેમની દેખરેખ અને તેમને નજર રાખવાના આદેશ આપ્યા છે. આ ઉપરાંત જો નજીકના વિસ્તારમાં આ સિવાય પણ જો કોઈ પ્રોહિબીશન બૂટલેગરોનું લીસ્ટ અને જો કોઈ બૂટલેગર મૃત્યું પામ્યો હોય તો પણ તેમની તમામ માહિતી સાથે CIDને મોકલી આપવાના આદેશ થયા છે.  આ યાદીમાં અમદાવાદના કુખ્યાત બુટલેગર અકબર અલી અને કિશોર લંગડાનું નામ પણ સામેલ છે. સૌરાષ્ટ્રના વોન્ટેડ નાગાદાન ગઢવીનું પણ નામ સામેલ છે. 

ટોપ 25 બુટલેગર્સની યાદી

    અકબરઅલી જુબેરાલી ઉર્ફે કાલૂ મહબૂબ અલી સૈયદ- અમદાવાદ શહેર
    હુસેન ઉર્ફે હુસેન બાટલો ઇસ્લાઇલ ભાઇ ઇસાક ભાઇ ધોળકાવાળા- અમદાવાદ શહેર
    કિશોરસિંહ ઉર્ફે કિશોર લંગડો લાલસિંહ રાઠોડ- અમદાવાદ શહેર
    કાળૂ છગનભાઇ રાઠોણ- ધંધુકા, અમદાવાદ ગ્રામીણ- અમદાવાદ ગ્રામીણ
    ચિરાગ વાણીયો પંચોલી- સાબરકાંઠા/ અરવલ્લી
    સુનિલ મોતીલાલ દરજી- સાબરકાંઠા/ અરવલ્લી
    ભરત ઉર્ફે ભરત લંગડો ડાંગી- સાબરકાંઠા/ અરવલ્લી
    વીરસિંગ માનાજી ઠાકોર- મહેસાણા
    વિનોદ વિજૂ ઉર્ફે વિજય મુરલીધર ઉદવાણી (સિંધી)- વડોદરા શહેર/નડીયાદ
    પિંટુ જયસ્વાલ (ઠેકો)- છોટા ઉદેપુર
    ફિરોજ ફૂટ- સુરત શહેર
    ફિરોજ નાલબંધ- સુરત શહેર
    પરેશ જયકિશન ઉર્ફે જેકીશન દૂધવાલા- સુરત ગ્રામીણ
    બાબૂલા વલ્દ સોહનલાલ લુમ્બાજી શાહ- સુરત ગ્રામીણ
    પિંટુ નવાપુર- તાપી
    નાગદાન પ્રભુદાન ટાપરિયા (ગઢવી)- રાજકોટ શહેર
    અલ્તાફ- રાજકોટ શહેર
    બધો રબારી- દેવભૂમિ દ્વારાકા
    ધીરેન કારિયા- જૂનાગઢ
    અશોક ઉર્ફે અશોક પાલનપુરી રમણલાલ પરમાર- પંચમહાલ
    રમેશ દેવીલાલ કલાલ- મહિસાગર
    કૈલાશ ઉર્ફે કૈલાશ રાઠી અને  ગોવિંદરામ રાઠી (મહેશ્વરી)- દિલ્હી/ રાજસ્થાન
    જોગિન્દરપાલ ઉર્ફે ફૌજી અને  દેવરાભાઇ શર્મા- ચંદીગઢ
    દિલીપ ઉર્ફે દિલીપ મારવાડી અને શંકર પ્રજાપતિ- આણંદ
    મૂપારામ ઉર્દે મફા મારવાડી અને બાબરાજી પ્રજાપતિ- ગાંધીનગર/ રાજસ્થાન