રવિવાર, 26 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 11 એપ્રિલ 2019 (15:36 IST)

આઝાદીના સમયથી ખેડૂતો માટેની યોજનાઓ, છતાય ખેડૂતો ધરણાં પર, ખેડૂતો માંગશે ઇચ્છા મૃત્યુ

એક તરફ ભાજપના નેતાઓ ખેડૂતોની આવક બમણી કરવાના સપના છેલ્લા 25 વર્ષથી બતાવી રહ્યાં છે. ત્યારે જગતના તાતને આ સપનાં જોતા જોતાં આત્મહત્યા કરવી પડે એવા દિવસો આવી ગયાં છે. અનેક ખેડુતોએ આત્મ હત્યા કરી છે એના અહેવાલો પણ માધ્યમોએ પ્રકાશિત કર્યાં છે. હવે લોકસભા ચૂંટણી શરુ થઈ ગઈ છે ત્યારે રાજકોટમાં કિશાન સંઘની રેલી પહેલાં ખેડૂતોએ પાક વીમાના મુદ્દે ધરણા કર્યાં છે.  ખેડૂતોની રેલીને મંજૂર ન મળી હોવાના કારણે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ખેડૂતોએ વગર પરવાનગીએ રેલી યોજતા પોલીસે અટકાયત કરી હતી અને ખેડૂતોને પોલીસ સ્ટેશને લઈ જવાયા હતા.  પાક વીમો માંગી રહેલાં ખેડૂતોએ જણાવ્યું હતું કે તેઓ રાષ્ટ્રપતિ પાસે ઇચ્છા મૃત્યુની અપીલ કરશે. અછતગ્રસ્ત તાલુકાઓને પણ પાક વીમો ન મળ્યો હોવાના કારણે તાતની સ્થિતિ કફોડી બની છે.
ખેડૂતોની રજૂઆત હતી કે કપાસનો વીમો 9 મહિના વીત્યા છતાં પણ મળ્યો ન હોવાથી ખેડૂતોને સમસ્યા છે. રાજકોટ કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર લલિત કગથરાએ જણાવ્યું હતું કે એક તરફ સરકાર જ અછતગ્રસ્ત વિસ્તાર જાહેર કરે છે, બીજી બાજુ 0 ટકા વીમો આપે છે, આ ખેડૂત રેલી ન કરે, વિરોધ ન કરે તો શું કરે? ખેડૂતો પર જો પોલીસ લાઠી ચાર્જ કરશે તો અમે લડી લઈશું” ખેડૂતોની માંગણી હતી કે કેન્દ્ર સરકાર, ગુજરાત સરકાર અને ખેડૂતો પ્રિમિયમ ભરતા હોવા છતાં, તાલુકા અછતગ્રસ્ત થયા હોવા છતાં વીમા કંપનીઓ ખેડૂતોને કહે છે કે ક્રોપ કટિંગ થયું છે,અને વીમો નહીં મળે આમ સરકારે કોઈ પણ ભોગે આ વીમો અપવવો જોઈએ.