સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 5 સપ્ટેમ્બર 2021 (17:03 IST)

સુરત: પ્રેમીએ પ્રમિકાના કર્યા ટુકડા-ટુકડા- બંધાયા શારીરિક સંબંધ, લગ્ન માટે આપી એવી ધમકી કે પ્રેમીએ.....

સુરત : નંદુરબારમાં થયેલી 23 વર્ષીય કારપીણ હત્યા મામલે ચોંકાવનારી વિગતો સામે આવી છે. સુરત DCB દ્વારા ગુનાનો ભેદ ઉકેલી નાંખ્યો છે અને આરોપીને જેલ હવાલે કરી દીધો છે. 23 વર્ષીય યુવતીની પ્રેમપ્રકરણમાં હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે. યુવતીએ પ્રેમીને લગ્ન માટે દબાણ કર્યું હતું તેમજ લગ્ન ન કરે તો બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપતાં પ્રેમીએ હત્યા કરી નાંખી હોવાનું સામે આવ્યું છે. 
 
આ અંગેની વિગતો એવી છે કે, કરંજ ગામમાં રહેતા 38 વર્ષીય વિનયકુમાર રાય પોતે પરણીત હોવાં છતાં તેણે મૂળ બિહારની 23 વર્ષીય સીતા સનદકુમાર ભગત પ્રેમસંબંધ બંધાયા હતા. બંનેને છેલ્લા 2 વર્ષથી શારીરિક સંબંધ હતા. આ પ્રેમસંબંધમાં જ દસ દિવસ પહેલા પ્રેમી તેને સુરત લઈ આવ્યો હતો. 
 
મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લામાં આવેલા સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જંગલમાંથી 24 ઓગસ્ટના રોજ મળી આવેલી હત્યા કરી ફેંકી દેવાયેલી મહિલાની ઓળખ કરી હત્યારાને સુરત પોલીસએ પકડી પાડ્યો છે. 
 
24મી ઓગસ્ટ 2021ના રોજ મહારાષ્ટ્ર નંદુરબાર જિલ્લામાં અવાવર જંગલમાંથી એક મહિલાની નિર્દયતાથી ગળુ કાપી તેના શરીરના અંગોને અલગ અલગ કાપી ઓળખ ન થાય એ માટે મોઢાની ચામડી કાઢી નાંખી હત્યા કરી ફેંકી દેવાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. આ બાબતે નંદુરબાર સીટી પોલીસ સ્ટેશન ફરીયાદ મુજબનો હત્યાનો ગુનો રજીસ્ટર થયેલ હતો