શનિવાર, 12 ઑક્ટોબર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 10 એપ્રિલ 2022 (13:02 IST)

LRD Exam- ચુસ્ત સુરક્ષા વચ્ચે LRDની પરીક્ષા

exam
રાજ્યમાં હાલ LRDની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. જેમાં આજે રાજ્યભરના 7 જિલ્લાઓમાં 954 જેટલા કેન્દ્રો પર શારીરિક કસોટી ઉત્તિર્ણ થયેલા 2.95 લાખ ઉમેદવારોની લેખિત પરીક્ષા યોજાશે. 
 
ગઈકાલે જ ધોરણ 10ની પરીક્ષામાં ચાલુ પરીક્ષાઓ હિન્દીનું પેપર વાઈરલ થવાની ઘટના બની હતી, આ અગાઉ પણ સરકારી ભરતી પરીક્ષામાં પેપર લીક થવાના બનાવો બની ચૂક્યા છે. એવામાં LRDની પરીક્ષામાં કોઈ ગેરરીતિ ન થાય તે માટે ચુસ્ત બંદોબસ્ત કેન્દ્રો પર ગોઠવવામાં આવ્યો છે.