શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: જુનાગઢ: , મંગળવાર, 20 ઑગસ્ટ 2019 (11:54 IST)

Junagadh News - સતાધારના મહંત જીવરાજ બાપુ 93 વર્ષની વયે સ્વર્ગે સિંધાયા, અંતિમ દર્શન માટે ભક્તોની જામી ભીડ

સતાધારના મહંત જીવરાજબાપુ 93 વર્ષની વયે સોમવારે રાત્રે 10 વાગે બ્રહ્મલીન થયા છે, આજે બપોરે 3 વાગે સમાધિ અપાશે.  
 
જીવરાજબાપુ સતાધારના 7મા મહંત હતાં. છેલ્લા થોડાક સમયથી જીવરાજ બાપુને શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી. મંગળવારે સવારે જીવરાજબાપુના પાર્થિવ દેહની પાલખી યાત્રા યોજાશે. બાપુના અંતિમ દર્શનાર્થે આપા ગીગાની જગ્યામાં દૂરદૂરથી ભાક્તોની ભીડ ઉમટી છે. બાપુને કાચની પેટીમાં અંતિમ દર્શનાર્થે રખાયા છે.
 
 આજે બપોરે ત્રણ વાગ્યાની આસપાસ સતાધાર આપા ગીગાની જગ્યાના પરિસરમાં બાપુને સમાધિ અપાશે.
 
સત્તાધારાના જીવરાજ બાપુ દેવલોક પામતા તેમના અનુયાયીઓમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. સત્તાધાર એવું આસ્થાનું કેન્દ્ર બન્યું છે જેમા અનુયાયીઓ ગુજરાત નહિ પણ દેશ વિદેશમાં પણ મોટો અનુયાયી વર્ગ ધરાવે છે. ત્યારે મહત્વનું છે, કે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી સત્તાધાર જીવરાજ બાપુની ખબર-અંતર પૂછવા માટે પહોંચ્યા હતા.
 
આજે સંતો અને ભક્સતોની ઉપસ્થિતીમાં આશ્રમના પરિસરથી બાપુની પાલખી યાત્રા નીકળશે.
 
આપાગીગા દ્વારા સતાધારની સ્થાપના કરવામાં આવી હતી, ત્યારબાદ સતાધારમાં તેમના શિષ્ય કરમણ બાપુ, ત્યારબાદ રામબાપુ અને તેવીજ રીતે હરિબાપુ અને ત્યારબાદ લક્ષ્મણબાપુ, પછી શ્યામજીબાપુ અને તે પછી જીવરાજ બાપુએ સતાધારની જવાબદારી સંભાળી હતી. હાલમાં આપા ગીગાની જગ્યાએ વિજયબાપુ લઘુમહંત તરીકે જવાબદારી સંભાળી રહ્યાં છે.
 
 
મુખ્યમંત્રી રૂપાણીએ કર્યું ટ્વિટ
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ટ્વિટ કરીને કહ્યું હતું કે, સૌરાષ્ટ્રના તીર્થધામ સતાધારની સુપ્રસિદ્ધ આપાગીગાની જગ્યાના સંત શ્રી જીવરાજબાપુના નિધનથી દુઃખની લાગણી અનુભવું છું. પ્રેમકૃપાળુ પરમાત્મા એમના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના. ઓમ શાંતિ...!!!