સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ચર્ચામાં આવી ઔવેસીની 32 ફીટ ઊંચી પતંગ, ઔવેસીની 1.50 લાખ પતંગો વેચાઈ

owaisi kite
અમદાવાદ| Last Modified બુધવાર, 13 જાન્યુઆરી 2021 (18:14 IST)

ઉત્તરાયણના તહેવારમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની અને કોર્પોરેશનની ચૂંટણીને લઈ આકાશમાં ઉડશે. ભાજપ અમે કોંગ્રેસ બાદ આમ આદમી પાર્ટી સાથે હવે ઓવેસીની પાર્ટી પણ ગુજરાતમાં ચૂંટણી લડશે. જેના માટે અમદાવાદમાં પાર્ટીનો પ્રચાર શરૂ થઈ ગયો છે. અમદાવાદના જમાલપુર પતંગબજારના વેપારીએ ઓવેસીની પાર્ટીનો 31 ફૂટ ઉંચો મોટો પતંગ બનાવ્યો છે અને સાથે સાથે 2 લાખ જેટલી પતંગો પણ બનાવી છે જે તાત્કાલિક બજારમાં વેચાઈ પણ ગઈ છે. આગામી ચૂંટણીમાં મજબૂત વિપક્ષ તરીકે ઉભરી આવે તેના માટે ઓવેસીની પાર્ટીની તૈયારીઓ શરૂ થઈ છે.
kite of owaisi party
જમાલપુર પતંગ બજારમાં વેપારી અને ઓવેસીની પાર્ટીના પતંગ બનાવનાર વેપારીએ જણાવ્યું હતું કે ઓવેસીની પાર્ટી મજબૂત છે. વિપક્ષ પર કોઈ ધ્યાન આપતું નથી.
જેથી તેમની પાર્ટીનો મોટો પતંગ અમે બનાવ્યો છે. આ પતંગ 6થી 7 કારીગરોએ ભેગા મળી 5 દિવસમાં બનાવ્યો છે. ઓવેસીની પાર્ટીના પહેલાં 50 હજાર પતંગ બનાવ્યા હતા પરંતુ બજારમાં તેમના પતંગની માંગ વધતા વધુ 1.50 લાખ જેટલા પતંગો બનાવ્યા હતા જે વેપારીઓ અને લોકોમાં તરત જ વેચાઈ ગયા હતા.


આ પણ વાંચો :