ગુરુવાર, 2 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 17 ફેબ્રુઆરી 2021 (13:07 IST)

ભાજપા શાસકો સંકલ્પ પત્રને બદલે હિસાબ આપે, ક્ષના નાણાં ક્યાં ગયા ? : મનિષ દોશી

ભ્રષ્ટાચારમાં અડીખમ, ગળાડૂબ ભાજપા સંકલ્પ પત્રને બદલે હિસાબ આપે કે શહેરી નાગરિકોના કરોડો રૂપિયાના ટેક્ષના નાણાં ક્યાં ગયા? સંકલ્પ પત્રમાં વર્ષ ૨૦૧૦માં 24કલાક પાણી આપવાના વાયદા આજે 11 વર્ષ વીતી ગયા છતાં અમદાવાદ જેવા મેગાસીટીમાં 50 ટકા વિસ્તારોમાં 2 કલાક પણ પ્રેસરથી પાણી મળતુ નથી.
 
ભાજપ શહેરી નાગરિકોને - ગુજરાતની જનતાને જવાબ આપે.
 
- રસ્તામાં ખાડા, ભૂવાનગરી,
 
- બેરોજગારી વધારવામાં, રોજગારી છીનવવામાં
 
- શિક્ષણને વેપાર, બેફામ ફી લૂંટમાં, સંચાલકોની ભાગીદારીમાં
 
- હોસ્પીટલોના ખાનગીકરણમાં
 
- કોરોના મહામારીમાં માસ્ક, દવા, ઈન્જેક્શન, હોસ્પિટલોના બીલોમાં મોટાપાયે ભ્રષ્ટાચારમાં
 
- કોન્ટ્રાક્ટ - ટેન્ડરોમાં મોટા પાયે ભ્રષ્ટાચારમાં
 
- આઉટ સોર્સીંગ - કોન્ટ્રાક્ટ દ્વારા યુવાનોના આર્થિક શોષણમાં
 
- સરકારી ભરતીમાં બેફામ કૌભાંડમાં, ગુજરાતના યુવાનોને અન્યાયમાં
 
- કોન્ટ્રાક્ટરોની લુંટ - ભાગીદારીમાં
 
- સંગ્રહખોરો, કાળાબજારીયા સાથે પ્રજાને મોંઘવારીની ભેટ આપવામાં
 
- બેફામ લૂંટ કરતી હોસ્પીટલોના સંચાલકો સાથે અડીખમ
 
- ગુંડાગીરી - દાદાગીરી કરતા અને પ્રજાને હેરાન કરતા તત્વો સાથે
 
- દંડ અને દંડા સાથે પ્રજાને હેરાન કરતી વ્યવસ્થામાં
 
- કોરોના જેવી મહામારીમાં લૂંટ ચલાવતા તત્વો સાથે
 
- બેંકોના કોભાંડીઓ સાથે
 
- આર્થિક ગુન્હેગારો સાથે
 
- હિસાબ આપવાને બદલે Copy-Past, બજેટમાં લાવેલા ચાર પાના જ ફરી એક વખત રજૂ કર્યા ભાજપ શાસનનું નિષ્ફળતાનું સ્વિકારનામું
 
- અમદાવાદ સહિતના મહાનગરોમાં ૧૫ વર્ષ અને વડોદરા, સુરત, માં ૨૫ વર્ષથી શાસન કરતી ભાજપાના સાયકલ ચલાવતા કોર્પોરેટરો - મળતિયા એનો વિકાસ.
 
- ૨૪ ટકા વિસ્તારમાં શુદ્ધ પીવાનું પાણી નહિ. કચરાના ઢગલા આ ભાજપે અમદાવાદ સહિતના મહાનગરોને ઓળખ આપી.
 
- અમદાવાદમાં સાબરમતિ, સુરતમાં તાપી, વડોદરામાં વિશ્વામિત્રી, રાજકોટમાં આજી પ્રદુષિત માટે ભાજપાનું નિષ્ફળ શાસન જવાબદાર.
 
- કોર્પોરેશનના વહીવટમાં ગોટાળા ન પકડાય તે માટે CAG ના Audit થી ભાગતી રહેલી ભાજપા.
 
- ટ્રાફીક સમસ્યા ઊકેલવા નાકામ. AMTS સહિત Public Transport નું સંપુર્ણ ખાનગીકરણ.
 
- પાર્કિગના નામે ચાલતી ઊઘાડી લૂંટ
 
- અગાઉના ૧૫ વર્ષમાં એક પણ નવી હોસ્પીટલ સ્થાપવામાં નિષ્ફળ. અમદાવાદ સુધરાઈના પ્રમુખ રાષ્ટ્રપુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની દીર્ઘદ્રષ્ટિથી સ્થપાઈ વાડીલાલ સારાભાઈ હોસ્પીટલને તાળા મારનાર ભાજપા હવે નવી હોસ્પીટલ ના વચનો આપી રહી છે.
 
- ડુપ્લીકેટ પહોંચ, ડુપ્લીકેટ કીટ, ઈન્જેક્શન ડુપ્લીકેટ દવાઓ હવે ઓડીટની વાતો કરે છે ભાજપ.
 
- શહેરમાં કોન્ક્રીટના જંગલો, ગેર કાયદેસર બાંધકામનો ગૃહઉદ્યોગ ચલાવનાર ભાજપાના શાસકો નાગરિકોના જીવન સાથે ચેડા કર્યા.
 
- ૧૫વર્ષથી અમદાવાદ સમાવેશ વિસ્તારમાં પાયાની સુવિધાઓ આપવામાં સદંતર નિષ્ફળ પણ બેફામ ટેક્ષની વસૂલાત.
 
- કોર્પોરેશનની સ્કુલોને બંધ કરી પોતાના મળતિયાઓને સોંપી દેનાર ભાજપા હવે નવી શાળાઓનું વચન આપે છે.