બુધવાર, 4 ઑક્ટોબર 2023
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By હેતલ કર્નલ|
Last Updated : સોમવાર, 12 ડિસેમ્બર 2022 (09:10 IST)

બારડોલીમાં કારમાંથી થૂંકતાં મારઝૂટ, વિડીયો થયો વાયરલ

ગુજરાતમાં બારડોલીથી લડાઇની ઘટના સામે આવી છે. કારમાં થૂંકવા બાબતે થયેલી નાનકડી ઝપાઝપી થોડી જ વારમાં મોટી લડાઈમાં ફેરવાઈ ગઈ. આ શેરી લડાઈમાં ઘણા લોકોએ એકબીજા પર હાથ ઉપાડ્યા હતા. આ લડાઈનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. એટલું જ નહીં વીડિયોમાં મહિલાઓ લડતી પણ જોવા મળી રહી છે. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને મામલો કાબૂમાં લીધો હતો.
 
શું છે સમગ્ર મામલો
બનાવની વિગત મુજબ બારડોલીમાં રહેતો યુવાન મોપેડ પર સુરત બસ સ્ટેન્ડ તરફ જઈ રહ્યો હતો, ત્યારે મુદિત પેલેસ નજીકથી પસાર થતી કારમાં અચાનક પાલી ગામના એક યુવાને બારી ખોલી કારમાંથી થૂંક્યું હતું. પાછળથી આવતા મોપેડ સવાર પર તેનું થૂંક ઉડી ગયું. આ પછી થૂંકનારા યુવકે કાર ચાલકને આ રીતે ન થૂંકવાનું કહ્યું. આટલું બોલતાની સાથે જ કાર ચાલક ગુસ્સે થઈ ગયો હતો અને બંને વચ્ચે બોલાચાલી થઈ હતી.
 
ઘટના લડાઈમાં ફેરવાઈ ગઈ
દલીલ એટલી વધી ગઈ કે થોડી જ વારમાં લડાઈ શરૂ થઈ ગઈ, જે એટલી ઉગ્ર બની ગઈ કે મોટી સંખ્યામાં લોકો રસ્તા પર લડવા લાગ્યા. હુમલાની આ ઘટનામાં મહિલાઓ પણ સામેલ હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ક્લિપમાં પુરુષોની સાથે મહિલાઓ પણ એકબીજાને મારતી જોવા મળે છે. આ ઝઘડાના થોડા સમય બાદ ભારે ભીડ એકઠી થઈ ગઈ હતી.