સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 10 ફેબ્રુઆરી 2022 (10:25 IST)

સોનુ સૂદ અકસ્માતમાં ઘાયલ યુવકને ખોળામાં લઈને હોસ્પિટલ લઈ ગયો, વીડિયો થયો વાયરલ

બોલિવૂડ એક્ટર સોનુ સૂદ તેના જીવનમાં એવું અદ્ભુત કામ કરી રહ્યો છે કે તેના ઉમદા કાર્યોને પેઢી દર પેઢી ઉદાહરણ આપવામાં આવશે. આજે અમે સોનુ સૂદ વિશે એટલા માટે વાત કરી રહ્યા છીએ કારણ કે તેણે ફરી એકવાર માનવતાનું ઉદાહરણ રજૂ કર્યું છે. હવે તેણે પંજાબમાં એક યુવકનો જીવ બચાવ્યો છે. આ યુવક કાર અકસ્માત બાદ કારની અંદર ફસાઈ ગયો હતો. દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલા સોનુ સૂદે અકસ્માત થયેલ કાર જોઈ યુવકને કારમાંથી બહાર કાઢ્યો હતો અને હોસ્પિટલ લઈ ગયો હતો.